Western Times News

Gujarati News

નોનવેજના હાટડીઓ ધમધમી રહી છે જેતપુરમાંઃ વિહિપનો આક્રોશ

ભાદર નદી નજીકના રેલવે પુલ નીચે વોકળામાં ફેકેલા માંસના અવયવોની માથું ફાટી જાય તેવી દુર્ગધ પણ આવે છે.

સરકારી જગ્યામાં દબાણ હોવા છતાં સ્થાનિક તંત્ર નિષ્ક્રિયઃ વિહિપનો આક્રોશ

કતલખાનાઓ દ્વારા પક્ષુ પક્ષીની કતલ કર્યા બાદ તેના વધેલા અવયવો મુરઘીના પીછાઓ ચંદ્રમોલેશ્વર મંદીર પાસે વોકળામાં કેરળેશ્વર મહાદેવ મંદીરે જવાના જુના રેલવેના પુલ નીચે ભાદર નદીમાં વગેરે જગ્યાઓ નાખવામાં આવે છે.

જેતપુર, વિશ્વ હિન્દુ પરીષદ તેમજ ભગવા ગ્રુપ ભોલેનાયકા નામના સાધુઓના મંડળ દ્વારા નગરપાલિકા તેમજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી શહેરમાં મંદીરોના માર્ગો પર રહેણાંક વિસ્તારોમાં જયાં જોઈએ ત્યાં કેબીનો, લારીઓમાં તેમજ દુકાનોમાં ખુલ્લી ગયેલ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની હોટલો ત્વરીત બંધ કરાવવા માંગ કરી હતી.

આવેનદનમાં જણાવ્યા મુજબ જેતપુર શહેર ધાર્મિક નગરી છે. આ નગરીમાં જે તે રોડ પર માંસ મટનની કેબીનો, લારીઓ, તેમજ દુકાનો ખુલ્લી ગઈ છે. જીઆઈડીસી રબારીકા રોડ, સામા કાંઠો ઉધોગનગર, વડલી ચોક મુખ્ય રોડ, ચાંપરાજપુર રોડ, ખીરસરા, રોડ, ન્યુ ખટાઉ ડાઈંગ પાસે રબારીકા પુલ ઉપર ધોરાજી રોડડ બોખલા દરવાજા, નવા દરવાજા, હુશૈલી ચોક બુંબીયા શૈરી, નવાગઢ મેઈન રોડ વગેરે વિસ્તારમાં વધુ કતલખાનાઓ દ્વારા પક્ષુ પક્ષીની કતલ કર્યા બાદ

તેના વધેલા અવયવો મુરઘીના પીછાઓ ચંદ્રમોલેશ્વર મંદીર પાસે વોકળામાં કેરળેશ્વર મહાદેવ મંદીરે જવાના જુના રેલવેના પુલ નીચે ભાદર નદીમાં વગેરે જગ્યાઓ નાખવામાં આવે છે. જેના કારણે મંદીરે દર્શને જતા ભાવીકોને મુશ્કેલી પડી રહી છે. વોકળામાં ફેકેલા માંસના અવયવોની માથું ફાટી જાય તેવી દુર્ગધ પણ આવે છે. ગેરકાયદેસર કતલાખનાઓ સામે વીહીપ જીલ્લા ઉપાધ્યાય કનુભાઈ લાલુએ ઉગ્ર વિરોધ નોધાવી સરકારી જમીનો પર દબાણ રૂપી આવા ગેરકાયદેસર હાટડાઓ તાત્કાલીક બંધ કરાવી.

કેબીનો-લારીઓ જપ્ત કરવા તેમજ દુકાનો સીલ કરવાની માંગ કરી છે. દોઢ મહીના પુર્વ ભગવાન ગ્રુપ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર અપાયું હતું. તેમાં દેખાવ પુરતી જ કામગીરી કરાઈ હતી. હવે જો ગેરકાયદેસર કતલખાના અને નોનવેજના હાટડા બંધ કરવામાં નહી આવે તો પ્રશાસન સામે ઉગ્રર આંદોલન ચલાવવાની ચીમકી આપવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.