અભિનેત્રી નોરા ફતેહીનો ગુરુ રંધાવા સાથેનો વીડિયો લિક
મુંબઈ: નોરા ફતેહી ઈન્ટરનેટ પર હંમેશા છવાયેલી રહે છે. દરિયાકિનારે તેણે કરેલા ડાન્સથી લઈને પ્યાર દો પ્યાર લોના એક વર્ષના સેલિબ્રેશન સુધીના ઘણા વીડિયો ધમાલ મચાવી રહ્યા છે. (Nora Fatehi mesmerises fans with dance of ‘Little Nora’ in appreciation) હવે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયોમાં તે સિંગર ગુરુ રંધાવા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
નોરા ફતેહીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, ઓએમજી કોઈએ નાચ મેરી રાની હુકલાઈનની સાથેનો રિહર્સલ વીડિયો લીક કરી દીધો. જ્યારે આ બહાર આવી જ ગયો છે
તો ઓફિશિયલ રિલીઝ પહેલા તેને કેમ હિટ ન કરી દઈએ? ચાલો કરીએ. તમારા મૂવ્સ અને પ્રેમ દેખાવો. તેનું આઈજી રિલ અથવા વીડિયો બનાવીને હેશટેગ સાથે અમારી સાથે શેર કરો. નોરાના આ વીડિયો પર ગુરુ રંધાવાએ પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, તું અને તારા મૂવ્ય ઈન્ડિયાને ક્રેઝી કરી દેશે.
સિંગરે પોતે પણ આ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ સિવાય તેણે નોરા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેના કારણે ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે. અગાઉ નોરા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે કોરિયોગ્રાફર ટેરેંસ લુઈસે તેના હિપ્સ પણ સ્પર્શ કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો બાદ ટેરેંસ ખૂબ ખરાબ રીતે ટ્રોલ થયો હતો.
જે બાદ નોરા તેના સપોર્ટમાં આવી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી. તેણે કહ્યું હતું કે, ‘આજના સમયમાં સોશિયલ મીડિયા પર વીડિયો મોર્ફ કરવામાં આવી રહ્યો છે અને ફોટોશોપથી ઈફેક્ટ નાખીને મીમ બનાવવામાં આવી રહ્યા છે. આ બધું ત્યારે થયું જ્યારે નોરા સ્પેશિયલ ગેસ્ટ જજ બનીને ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર શોમાં ગઈ હતી. આમ તો શોમાં ગીતા કપૂર અને ટેરેંસ સિવાય મલાઈક કપૂર પણ કો-જજ છે. જો કે, મલાઈકાને કોરોના થતાં થોડા અઠવાડિયા માટે આ જગ્યા નોરાને આપવામાં આવી હતી.