હવે ચાના કપમાં મળશે વિટામીન D, B12, B6 અને B9નો સમૃદ્ધ ખજાનો
તાતા ટીએ તાતા ટી ગોલ્ડ વિટા-કેર લોન્ચ કરી
વિપુલ પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવા છતાં, ભારતમાં વિટામિન ડીની ઉણપ એ જાહેર આરોગ્યની સમસ્યા છે. વ્યસ્ત શહેરી જીવનશૈલીના લીધે મોટાભાગના ગ્રાહકો ઘરની અંદર રહેવા મજબૂર બને છે, તેમને વિટામિન ડીથી વંચિત રાખે છે જેના લીધે વિવિધ આરોગ્યની સમસ્યાઓ ઊભી થાય છે. તમારા દૈનિક આવશ્યક વિટામિનના સેવનનો ભાગ મેળવવા માટે રોજિંદા અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા માટે, દેશની અગ્રણી ચા બ્રાન્ડ તાતા ટીએ તાતા ટી ગોલ્ડ વિટા-કેર રજૂ કરી છે, જે આવશ્યક વિટામિન D, B12, B6 અને B9 સાથે સમૃદ્ધ ચા છે.
તાતા ટી ગોલ્ડ વિટા કેરના બે કપ 4 આવશ્યક વિટામિન્સના દૈનિક વિટામિનના સેવનના 30% એક અનિવાર્ય સ્વાદ સાથે પૂરા પાડે છે અને તે પણ હવે તમારા રોજિંદા ચાના કપમાં.
તાતા ટી ગોલ્ડ વિટા-કેરના લોન્ચિંગ વિશે વાત કરતા તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પ્રેસિડેન્ટ – પેકેજ્ડ બેવરેજીસ, ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા, પુનિત દાસે જણાવ્યું હતું કે, “તાતા ટી ગોલ્ડ વિટા-કેરની રજૂઆત ગ્રાહક અનુભવને વધારવા અને તેમની સુખાકારી સંબંધિત અધૂરી જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. દેખીતી રીતે તંદુરસ્ત વસ્તીનો નોંધપાત્ર હિસ્સો થાક, ચયાપચય અને એકાગ્રતા સંબંધિત ચિંતાઓ અને લાંબા સમય સુધી ઘરની અંદર રહેવા જેવી સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો છે જે ઘણીવાર વિટામિન ડીની ઉણપ સાથે સંકળાયેલું છે.
સપ્લીમેન્ટ્સ ખોરાકમાં વિટામિન્સનો સમાવેશ કરવાની અસરકારક રીત છે ત્યારે ઘણા ગ્રાહકો તેમની દૈનિક જીવનશૈલીને અનુરૂપ વધુ અનુકૂળ અને સ્વાદિષ્ટ ફોર્મેટ પણ ઈચ્છી શકે છે. તાતા ટી સ્વાદિષ્ટ અને રોજબરોજના વપરાશ માટેના બેવરેજીસની સુવિધામાં આરોગ્ય અને સુખાકારીના વિકલ્પોને રજૂ કરવા માટે નવીનતાઓનો લાભ લઈ રહી છે. તાતા ટી ગોલ્ડ વિટા-કેર ટીની રજૂઆત સાથે અમે રોજિંદા અનુકૂળ વિકલ્પ લાવ્યા છીએ
જે ગ્રાહકોને દિવસની બે કપ ચામાં તેમની દૈનિક જરૂરિયાતના 30% વિટામિન D, B12, B6, B9 આપશે. તમારા રોજિંદા સંતુલિત આહારના ભાગરૂપે તમારા રોજિંદા કપ ચાનો આનંદ માણતી વખતે તમારા આહારમાં વિટામિન્સનો સમાવેશ કરવાની આ એક સરસ રીત છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તાતા ટી ગોલ્ડ વિટા-કેરને અમારા ગ્રાહકો ઉત્સાહપૂર્વક સ્વીકારશે, જે તેમના રોજિંદા જીવનમાં અનુકૂળ સ્વાસ્થ્ય અને સુખાકારી વિકલ્પની જરૂરિયાતને પૂર્ણ કરશે.”
તાતા ટી ગોલ્ડ વિટા-કેર જનરલ ટ્રેડ, મોર્ડન ટ્રેડ અને એમેઝોન જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ 100, 250 અને 500 ગ્રામના પેકમાં ઉપલબ્ધ છે અને તેની કિંમત અનુક્રમે રૂ. 50, રૂ. 180 અને રૂ. 340 (તમામ કર સહિત) છે.