Western Times News

Gujarati News

ભીમ ઇ-રૂપી વાઉચર્સ દ્વારા પીએમ વિશ્વકર્મા સ્કીમ હેઠળ કારીગરોને સશક્ત બનાવશે

કારીગરો ઇ-રૂપી વાઉચર્સ સેક્શન હેઠળ માત્ર ભીમ એપ દ્વારા લાભ મેળવી શકશે

મુંબઈ, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનપીસીઆઈ ભીમ સર્વિસીઝ લિમિટેડે (એનબીએસએલ) પીએમ વિશ્વકર્મા સ્કીમ હેઠળ કારીગરોને લાભ પૂરા પાડવા માટે ભીમ એપ દ્વારા ઇ-રૂપી વાઉચર્સ પૂરા પાડવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલી આ સ્કીમ પરંપરાગત કારીગરો તથા કસબીઓને તેમની કુશળતા વધારવા માટેઆધુનિક ટૂલ્સની એક્સેસ વધારવા અને વધુ સારી આજીવિકા માટે તેમની સેવાઓને વધારવામાં તેમની મદદ કરવા માટે વ્યાપક સમર્થન પૂરું પાડીને સમગ્ર દેશમાં તેમને સશક્ત બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. NPCI – BHIM to Empower Artisans under PM Vishwakarma Scheme through e-RUPI Vouchers.

 આ નવી પહેલ હેઠળ નોંધાયેલા કારીગરો જેમને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે તેઓ માત્ર ભીમ એપ દ્વારા ઇ-રૂપી વાઉચર્સ મેળવી શકશે. આ વાઉચર્સનો સ્કીમની રકમ વહેંચવાઉત્પાદકતા તથા કારીગરી વધારવા માટે આધુનિક ટૂલકીટ પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે.

ભીમ આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવશે અને તે ઇ-રૂપી વાઉચર્સ દ્વારા અસરકારક રીતે ફંડનું વિતરણ કરવા તથા સ્કીમના લાભોની એક્સેસ સરળ બનાવશે. આ સ્કીમ દેશભરના સુથારલુહારહોડી બનાવનારાસોનીતાળા બનાવનારશિલ્પીકુંભાર, મોચીટોપલી બનાવનારઢીંગલી અને રમકડાં બનાવનારવાળંદદરજી અને અન્ય સહિતના વિવિધ પ્રકારના કારીગરોને ટેકો આપે છે.

કારીગરો આ લાભો પહેલેથી મેળવવા માટે ભીમ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરાવી શકે છે.  આ અંગે એનબીએસએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ભીમ કરોડો લોકોના જીવનમાં અર્થપૂર્ણ અસર ઊભી કરવા માટે ડિજિટલ સોલ્યુશન્સનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ ઇ-રૂપી વાઉચર્સ રજૂ કરવા એ આપણા કારીગરો તથા કસબીઓ તેમની કુશળતા અને ઉત્પાદકતા વધારવા માટે તેમને જોઈએ તેવો ટેકો મેળવે તે સુનિશ્ચિત કરવા તરફનું મહત્વનું પગલું છે.

ભીમ એપ દ્વરા આ સ્કીમની એક્સેસ સરળ બનાવીને અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ લાભો ઝડપથી અને અસરકારક રીતે પૂરા પડાયજેથી વિશ્વકર્માઓને તેમની આજીવિકા વધારવા માટે સશક્ત બનાવી શકાય અને તેમના સમુદાયોને મજબૂત બનાવી શકાય.”

ઇ-રૂપી એ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીઝ (ડીએફએસ)નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા પાર્ટનર બેંકોના સહયોગમાં એનપીસીઆઈ દ્વારા વિકસાવાયેલું નવીનતમ ડિજિટલ સોલ્યુશન છે. આ વાઉચર્સ સંસ્થાઓ કે સરકાર દ્વારા ચોક્કસ હેતુઓ માટે લાભાર્થીઓને વહેંચી શકાય છે અને આ રીતે સરળ વન-ટાઇમ પેમેન્ટ વ્યવસ્થા પૂરી પાડી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.