NSE અને વારાણસી જિલ્લા વહીવટીતંત્રે રોકાણકાર જાગૃતતા વધારવા, MSME માટે ભંડોળ એકત્રિત કરવાની સુવિધા માટે MoU કર્યો

ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) અને વારાણસી જિલ્લા વહીવટીતંત્રે નાણાંકીય સાક્ષરતા વધારવા અને એનએસઈ એસએમઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આઈપીઓ મિકેનિઝમ દ્વારા ભંડોળ એકત્રિત કરવા માટે એમએસએમઈમાં રોકાણકાર જાગૃતિ લાવવા તથા સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામનો અમલ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
આ એમઓયુ એનએસઈના ચીફ રેગ્યુલેટરી ઓફિસર શ્રી અંકિત શર્મા અને વારાણસી જિલ્લા વહીવટીતંત્રના ચીફ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી હિમાંશુ નાગપાલ વચ્ચે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના વારાણસી સાઉથના વિધાનસભા સભ્ય ડો. નીલકંઠ તિવારી, વારાણસી જિલ્લા પંચાયતના પ્રમુખ NSE and Varanasi District Administration sign MOU to Enhance Financial Literacy and Investor
શ્રીમતી પૂનમ મૌર્ય, ઉત્તર પ્રદેશના વારાણસી કેન્ટના વિધાનસભા ધારાસભ્ય શ્રી સૌરભ શ્રીવાસ્તવ, ઉત્તર પ્રદેશના વિધાન પરિષદ સભ્ય શ્રી ધર્મેન્દ્ર સિંહ, ઉત્તર પ્રદેશના વિધાન પરિષદ સભ્ય શ્રી હંસરાજ વિશ્વકર્મા અને વારાણસીમાં વારાણસી જિલ્લા વહીવટીતંત્રના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ. રાજાલિંગમ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમજૂતીના ભાગ રૂપે, વારાણસી જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી એનએસઈ નાણાંકીય સાક્ષરતા અને રોકાણકારોની જાગૃતિ ફેલાવવા માટે સેમિનાર, કેમ્પ્સ, નોલેજ સેશન્સ, રોડ શૉ, વર્કશોપ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવશે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર ફંડ એકત્ર કરવા માટે એમએસએમઈને માર્ગદર્શન આપવાનો અને લિસ્ટિંગ પ્રક્રિયામાં કંપનીઓને મદદ કરવાનો પણ રહેશે.
આ એમઓયુનો ઉદ્દેશ્ય એનએસઈના સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ દ્વારા યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કુશળતાથી સશક્ત બનાવવા અને બીએફએસઆઈ ક્ષેત્રમાં તેમની રોજગારક્ષમતા વધારવાનો પણ છે. આ એક એવી પહેલ છે જે કેન્દ્ર સરકારના માનવ મૂડીને રોજગારયોગ્ય બનાવીને અથવા બીએફએસઆઈ ક્ષેત્રમાં સ્વ-રોજગારની તકો પૂરી પાડવાના વિઝન સાથે સુસંગત છે.
વારાણસીમાં એક વિસ્તરતી ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ છે અને વિદ્યાર્થીઓ, રોકાણકારો અને કોર્પોરેટ્સને સશક્ત બનાવવા આવશ્યક છે. આ સમજણ વિવિધ હિસ્સેદારોને લક્ષ્ય બનાવતી ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમના વિવિધ તાણાવાણાને સ્વીકારે છે. આ બહુપક્ષીય એમઓયુ નાણાંકીય સાક્ષરતા, રોકાણકાર જાગૃતિ અને રોકાણકાર સશક્તિકરણ વધારવા માટે રોકાણકારોને સશક્ત બનાવે છે.
ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે “આર્થિક સશક્તિકરણ માટે નાણાંકીય સાક્ષરતા અને રોકાણકારોની જાગૃતિ પાયાના સ્તંભ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને વારાણસી જિલ્લા વહીવટીતંત્ર વચ્ચેનો આ સહયોગ મૂડી બજારો દ્વારા એમએસએમઈ માટે નવી તકો ઊભી કરવા અને આપણા યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
રોકાણકારોની જાગૃતિ વધારીને અને નાણાંકીય સમાવેશને પ્રોત્સાહન આપીને, આ પહેલ ઉત્તર પ્રદેશના આર્થિક વિકાસમાં ફાળો આપશે અને ઉદ્યોગસાહસિકતા તથા વિકાસના કેન્દ્ર તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવશે. હું એનએસઈ અને વહીવટીતંત્રને આપણા નાગરિકોને સશક્ત બનાવવા અને રાજ્યમાં નાણાંકીય પ્રગતિને આગળ ધપાવવાની તેમની પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરું છું.”
વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એસ. રાજલિંગમે જણાવ્યું હતું કે “આ એમઓયુ ફક્ત નાણાંકીય જ્ઞાનના વિસ્તરણ વિશે નથી. તે આપણા નાગરિકો, વિદ્યાર્થીઓ, એમએસએમઈ અને કોર્પોરેટ્સને વિકાસ માટે જરૂરી જ્ઞાન, સાધનો અને કુશળતાથી સશક્ત બનાવવા વિશે છે. સાથે મળીને, અમે એક મજબૂત ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ જે વારાણસીમાં ટકાઉ વિકાસ અને નવીનતા માટે માર્ગ મોકળો કરશે.”
વારાણસી જિલ્લા વહીવટીતંત્રના મુખ્ય વિકાસ અધિકારી શ્રી હિમાંશુ નાગપાલે જણાવ્યું હતું કે, “એનએસઈની કુશળતાને અમારી સ્થાનિક વિકાસ પહેલ સાથે જોડીને અમે આ કાર્યક્રમોને અમલમાં મૂકવા અને અમારા જિલ્લાની વિકાસ યાત્રામાં તેમની સકારાત્મક અસર જોવા માટે આતુર છીએ.”
એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે “રોકાણકારોની જાગૃતિ, એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ દ્વારા ફંડ એકત્ર કરવા અંગે માર્ગદર્શન અને સ્ટુડન્ડ સ્કીલિંગ પ્રોગ્રામ જેવી પહેલ દ્વારા, અમારું લક્ષ્ય કોર્પોરેટ્સ અને રોકાણકારો માટે એક જ્ઞાનસભર ઇકોસિસ્ટમને પોષવાનો અને આજના ગતિશીલ નાણાંકીય પરિપ્રેક્ષ્યમાં જરૂરી કુશળતાથી યુવા પ્રતિભાઓને સજ્જ કરવાનો છે.”
એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધી, 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 14 ભાષાઓમાં 13,203 રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં એનએસઈ દ્વારા 7.24 લાખ સહભાગીઓ સુધી પહોંચ્યું હતું. વિવિધ રાજ્યોમાં સ્ટુડન્ડ સ્કીલિંગ પ્રોગ્રામ હેઠળ 4,500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, વિવિધ ક્ષેત્રોની 605 કંપનીઓ એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે અને તેમણે સામૂહિક રીતે રૂ. 16,587 કરોડથી વધુ એકત્ર કર્યા છે. આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 1,85,000 કરોડ છે.