ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું બંને દિશામાં ઓરિજીનેટિંગ/ટર્મિનેટીંગ સ્ટેશન બદલવામાં આવી રહ્યું છે.
હવે આ ટ્રેન વારાણસી સ્ટેશન (BSB) ના બદલે બનારસ (BSBS) સ્ટેશન સુધી જશે અને બનારસ સ્ટેશનથી જ ઉપડશે તથા ઓખા-બનારસ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.
મંડળ રેલ પ્રવક્તાના જણાવ્યા મુજબ, 08 સપ્ટેમ્બર, 2022થી ઓખા થી ઊપડતી ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ હવેથી ઓખા-બનારસ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચાલશે અને તે ત્રીજા દિવસે 02.00 કલાકે બનારસ પહોંચશે.
એ જ રીતે, ટ્રેન નંબર 22970 વારાણસી-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ, 10 સપ્ટેમ્બર, 2022થી વારાણસીના સ્થાને બનારસ સ્ટેશનથી 21.45 કલાકે ઉપડશે અને બનારસ-ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તરીકે ચાલશે. આ ફેરફાર કાયમી ધોરણે કરવામાં આવ્યો છે.
આ ટ્રેનના અન્ય કોઈપણ મધ્યવર્તી સ્ટેશનો ના આગમન/પ્રસ્થાનના સમય, સ્ટોપેજ અથવા અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.