જન્માષ્ટમીના શુભ દિન નિમિતે, ટીવીના કલાકારોએ કેટલીક સુંદર યાદોંને વર્ણવી

જન્માષ્ટમી, જે કૃષ્ણાષ્ટમી અને ગોકુલાષ્ટમી તરીકે પણ ઓળખાય છે, જે ભગવાન કૃષ્ણની જન્મ દિવસ નિમિતે, ઓળખાય છે. આ ભારતના સૌથી વાઇબ્રન્ટ તહેવારમાંનો એક છે, જેમાંલ કો સાથે મળીને આખી રાત પ્રાર્થના કરે છે અને દિવસ દરમિયાન દહીં હાંડિ જેવી ઘટનાનો પણ ભાગ બને છે.
સમગ્ર દેશના લોકો જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના જન્મદિનની ઉજવણી કરે છે. આ દિવસના પ્રસંગે ઝી ટીવીના કલાકારો જેવા કે, ભાગ્ય લક્ષ્મીની ઐશ્વર્યા ખરે, રબ સે હૈં દુઆનો કરણવીર શર્મા, કુમકુમ ભાગ્યની ક્રિષ્ના કૌલ, કુંડલી ભાગ્યની શાલિની મહલ, મૈત્રીની ભાવીકા ચૌધરી, તહેવારો સાથે જોડાયેલી તેની યાદોંને વર્ણવે છે.
ઐશ્વર્યા ખરે, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં લક્ષ્મીનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “જન્માષ્ટમીએ હંમેશા મારા પરિવારની સાથે અત્યંત ઉત્સાહથી ઉજવેલા ભગવાન કૃષ્ણના જન્મદિનની સારી યાદોં લઇને આવે છે. ભગવાન કૃષ્ણની જેમ તૈયાર થવાનું હોય કે, પછી સ્વાદિષ્ટ મિઠાઈને માણવાનની હોય,
આ ખાસ દિવસએ હંમેશા આનંદ અને ઉત્સાહથી ભરેલો હોય છે. મનેય દે છે, જ્યારે હું નાની હતી, ત્યારે મારી બહેન અને હું હંમેશા રાધા તથા કૃષ્ણની જેમ બનીને તૈયાર થવા માટે લડતા હતા અને તે દિવસે ઉજવવામાં આવતા નાટકમાં ભાગ લેતા હતા.
મુંબઈમાં પણ તહેવારની ઉજવણી ભવ્યતાથી થાય છે, જેમાં મને દહીં હાંડી ઉજવણીના સાક્ષી બનવા માટે શહેરમાં ફરવું ગમે છે. દરેકને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના, આશા રાખું છું કે, ભગવાન કૃષ્ણ દરેકના જીવનમાં પ્રેમ, ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવશે.”
ક્રિષ્ના કૌલ, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં રણબિરનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “મને લાગે છે કે, જન્માષ્ટમી દરેકના જીવનમાં ઘણી ખુશાલી અને આનંદ લાવે છે. મને કૃષ્ણ ભગવાન જે શિખવે છે તે પાઠ ખૂબ જ ગમે છે અને મારા માટે જન્માષ્ટમી એ આધ્યાત્મિક જાગૃતતા તથા ઇશ્વરની કૃપાનું રિમાઇન્ડર છે
, જે આપણને જીવનના ઉતાર-ચડાવમાં માર્ગદર્શન આપે છે. જન્માષ્ટમીનો ઉત્સાહ દરમિયાન હું પ્રાર્થના કરું છું કે, બધાને તેમની ભક્તિ, એક્તા અને આનંદ મેળવવાના રસ્તા મળે. આ તહેવારનો સૌથી શ્રેષ્ઠ હિસ્સો છે, મુંબઈમાં ‘દહીં હાંડી’ની ઉજવણી, જે મને ખૂબ જ ગમે છે. મને યાદ છે, અમે મંદિરોમાં ‘ઝાંખી’ જોવા જતા અને ખૂબ જ મિઠાઈ માણતા હતા. આ વર્ષે પણ હું મંદિરે દર્શન કરવા જઈશ તતથા મુંબઈમાં મારા ઘરથી નજીક દહીં હાંડીની ઉજવણી કરીશ. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.”
શાલિની મહલ, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં શનાયાનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી કંઈક અલગ જ થાય છે. દરેક મંદિરની ભવ્ય સજાવટ થાય છે અને દરેક લોકો તેમના ઘરને પણ એક કે બીજી રીતે રોશનીથી સજાવે છે. સમગ્ર શહેર દિવસ અને રાત જીવંત લાગે છે અને મને એ ખૂબ જ ગમે છે.
આજે પણ મને મૈળામાં જવાની તથા શહેરમાં ‘ઝાંખી’ જોવાના દિવસો યાદ છે. મુંબઈ આવ્યા પછી, મને દહીં હાંડી જોવાની ખૂબ જ મજા આવે છે અને હું મારા બધા ચાહકો અને દર્શકોને વિનંતી કરું છુ કે, જો તેઓ દહીં હાંડીમાં ભાગ લેતા હોય અને માનવ પિરામિડ બનાવતા હોય તો વધુ સાવચેતી રાખવી. દરેકને જન્માષ્ટમીના શુભ દિનની હાર્દિક શુભેચ્છા.”
ભાવીકા ચૌધરી, જે ઝી ટીવીના મૈત્રીમાં નંદિનીનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “જન્માષ્ટમીએ ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણીનો તહેવાર છે અને આ દિવસે ભક્તોનો ઉત્સાહ કંઈક અનેરો જ હોય છે. મને યાદ છે, જ્યારે હું નાની હતી ત્યારે અમે અલગ-અલગ મંદિરે જતા અને ભગવાન કૃષ્ણની જન્મકથાને જોતા અને લડ્ડુ ગોપાલને ઝુલા ઝુલાવતા.
હું આ દિવસે હંમેશા ઉપવાસ કરું છું અને મંદિરે દર્શન કરીને તેમના આશિર્વાદ મેળવું છું. આ વર્ષે પણ, હું શૂટિંગથી આવીને મંદિરે દર્શન કરવા જઈશ. હું માનું છું કે, તહેવારએ દરેકના જીવનમાં સકારાત્મક્તા અને ખુશાલી લાવે છે, જન્માષ્ટમીની હાર્દિક શુભકામના!”
કરણવિર શર્મા, જે ઝી ટીવીના રબ સે હૈં દુઆમાં હૈદરનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “જન્માષ્ટમીની ઉજવણીમાં મને ખૂબ જ ખુશી થાય છે અને ‘દહીં હાંડી’ તહેવારની વાઇબ્રન્ટ ઉજવણી મને હંમેશા ઉત્સાહિત કરે છે. હું નાનો હતો ત્યારે શાળામાં દહીં હાંડીમાં ભાગ લેતો હતો તેની સુંદર યાદોં મને તાજી થાય છે. એક કલાકાર તરીકે, મેં વિવિધ પાત્ર કર્યા છે,
પણ દહીં હાંડીમાં ભાગ લેવું મારા દિલથી ખૂબ જ નજીક છે. એક માનવિય પિરામિડ બનાવવામાં જે રોમાંચ છે તે કંઈક અલગ જ છે, દહીંની હાંડી સુધી પહોંચવું, ભીડનો પ્રોત્સાહન અને જ્યારે આપણે ત્યાં પહોંચીને ખોલીએ એ વિજયની ક્ષણો જ કંઈક અલગ છે.
ભગવાન કૃષ્ણ પ્રત્યેની મારી ભક્તિ અજોડ છે અને દર વર્ષે હું તેમના આશિર્વાદ વગર મંદિરે દર્શન કરવા જાઉં છું. તે આપણને પ્રેમ, કરુણા અને સચ્ચાઇ શિખવે છે અને માનવ તરીકે મારી સફરમાં પ્રેરણા પણ આપતા રહે છે. ભગવાન કૃષ્ણ પ્રેમ અને ઉજાસથી તમારા જીવનને ભરી દે તેવી પ્રાર્થના.”