PM મોદીએ ભેટમાં આપેલી જમીન પર સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદબ્રહ્મ’ બનશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિકાસમાં સતત કાર્યશીલ રહે છે સાથો સાથ તેમની દરેક બાબતમાં વિચારશૈલી અગ્રીમ હરોળની હોય છે. તેમની લોકસેવાની વધુ એક માહિતી ધ્યાને આવી છે. PM મોદીએ પોતાની ગાંધીનગર સ્થિતની જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ગાંધીનગર સ્થિતની જમીન એક ટ્રસ્ટને દાનમા આપી દીધી છે. આપને જણાવીએ કે, આ જમીન પર નાદબ્રહ્મ નામની એક ઇમારત બની રહી છે. જે ઇમારત 16 માળની હશે. જેમાં સંગીતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ ઈમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઈમારત હશે
ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની સાથે સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદબ્રહ્મ’નું ખાતમુહૂર્ત કર્યું. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા આ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.
PM મોદીજીએ તેમને ગાંધીનગરમાં મળેલી જમીન મનમંદિર ફાઉન્ડેશનને ભેટ સ્વરૂપે આપી છે, તેમાં આ ભવ્ય કલા કેન્દ્રનું નિર્માણ થશે, જે ભારતીય સંસ્કૃતિ અને સંગીતકલાના જતન માટે સમર્પિત હશે. અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આ કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા ક્ષેત્રની ગતિવિધિઓ માટેનું વિશિષ્ટ કેન્દ્ર બની રહેશે.