વસંત પંચમી પર્વ પર યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યો
(પ્રતિનિધિ) ડાકોર, યાત્રાધામ ડાકોરમાં વસંત પંચમી પર્વ પર મંગળા આરતી ૬ અને ૪૫ અરશામા થઈ સવારથી જ ભાવિક ભક્તો મંગળા આરતીના દર્શનમાં ભારે ભીડ જાેવા મળી હતી શ્રી રણછોડજી મહારાજ ને ૪૦ દિવસ સુધી શ્રી વૃક્ષ સ્થળ પર એક્સ આકારનો સોનાનો વિશેષ દાગીનો હમીર ધરાય છે તેમજ લાલ સફેદ કપૂરની માળા કસ્તુરી ચોવાની શ્યામ કંઠી આ ત્રણ નિયમથી ઘરાય છે વસંત પંચમી થી દોલત્સવ સુધી સતત ચાલીસ દિવસ સુધી શ્રી રાજા રણછોડ ને શણગાર આરતીમાં આ રીતે અબીલ ગુલાલ સપ્તરંગોથી હોળી ખેલ રમવામાં આવે છે શણગાર આરતી માં તિલક થયા બાદ હોળી ખેલ બાદ શ્રીજી મહારાજ ને વિશેષ ભોગ ઘી તેજાના યુક્ત ખજૂર ઘાણી ચણા અને સૂકો મેવો વિશેષ રૂપે ધરાવે છે
ચાંદીની પિચકારીમાં કેસુડા નો પાણી ભરી ભાવિક ભક્તો ઉપર છાંટવામાં આવે છે સપ્તરંગોથી અબીલ ગુલાલ લાલ લીલો પીળો કેસરી જામલી આદિ રંગોથી રાજા રણછોડ ને લાડ લડાવવામાં આવે છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં શણગાર આરતીમાં જાેવા મળે છે શણગાર આરતી કરવાનો અનેરો મહિમા છે દૂરથી ભાવિક ભક્તો આરતી કરવા માટે વિશેષ મંદિરમાં આવી પહોંચતા હોય છે