63 હજારમાં ખરીદેલું ફ્રીઝ મહિનામાં બગડી જતા બદલી આપવા ગ્રાહક કોર્ટનો હુકમ
(પ્રતિનિધિ) નડીયાદ નડીયાદ તાલુકા ના પીપલગમાં રહેતા ઇસમે ખરીદેલ ફ્રીજ ખામીયુક્ત હોય ગ્રાહક કોટે એલજી કંપનીને LG Fridge આ ફિર્જ બદલી આપવા હુકમ કર્યો છે.
આ અગે મળતી માહિતી મુજબ નડીયાદ તાલુકા ના પીપલગ માં રહેતા મહેન્દ્રભાઇ લલ્લુભાઈ પટેલ એ નડીયાદ માં આવેલ શ્રીજી ઇલેક્ટ્રોનીક્સમાંથી એલ.જી. કંપનીનું રેફ્રીજરેટર ખરીદ્યું હતું . જેમાં વોરંટી પિરીયડ દરમ્યાન ફીજનુ કુલીંગ બંધ થઇ જતા એલ.જી. કંપનીમાં ફોનથી કમ્પલેઇન કરી હતી.
જેથી સર્વીસ સેન્ટરમાંથી નવુ કોમ્પ્રેસર નાખવામા આવ્યું હતું ત્યારબાદ એક માસ ફ્રીજ બરાબર ચાલ્યું હતું પછી ફરીથી રેફ્રીજરેટર કુલીંગ આપતુ બંધ થઈ જતા ફરીથી વોરંટી પીરીયડ ચાલુ હોવા છતાં કોમ્પ્રેસર નાંખી આપેલ નહીં. આમ કંપનીએ છેતરપિંડી કરી હોય તેથી મહેન્દ્રભાઈએ નડિયાદ ગ્રાહક કોર્ટમાં નડીયાદ માં આવેલ શ્રીજી ઇલેક્ટ્રોનીક્સ, અને એલ.જી. કંપની સામે કેસ મૂક્યો હતો.
આ કેસમાં રેફ્રીજરેટરના રૂ! ૬૩,૦૦૦/- ૧૮% વ્યાજ સહીત ચુકવી આપે વિકલ્પે રેફ્રીજરેટર યુનીટ બદલીને નવુ યુનીટ આપે તેમજ ખર્ચના રૂ!૫,૦૦૦/- અને ત્રાસના રૂ!પ,૦૦૦/- ચૂકવી આપે તેવી દાદ માગી હતી.આ કેસ નડિયાદ ગ્રાહક કોર્ટમાં ચાલતા બંને પક્ષોની દલીલો તેમજ પુરાવા ધ્યાનમાં રાખીને ગ્રાહક કોટે ફરિયાદીના વકીલ નિર્મલ ગિલોટિન ના તરફેણમાં ચુકાદો આપ્યો છે.
આ ચુકાદામાં જણાવ્યું છે કે આ સામાવાળા નં.૧ મારફતે સામાવાળા નં.૨ એ ફરીયાદીના ખામીવાળુ ફ્રીજ (મોડલ GLTS02FPZU) પરત લઈ ફરીયાદીને નવુ ફ્રીજ આપવુ.જો તે મોડલનુ ફ્રીજ આપી શકાય તેમ ના હોય તો ફરીયાદીને બીલ મુજબની રકમમાંથી જીએસટી ની રકમ બાદ કરી બાકી રહેલ રકમ હુકમના ૩૦ દિવસમાં પરત કરવી. જો તેમ કરવામાં નિષ્ફળ જાય તો ૭% વ્યાજ સહીત ચુકવી આપવાની રહેશે.
ઉપરાંત માનસીક ત્રાસના વળતર, ફરીયાદી ખર્ચ પેટે રૂ!૩,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) સંયુક્ત અથવા વિભક્ત રીતે હુકમના દિન-૩૦ માં ચુકવી આપવા નો પણ હુકમ કર્યો છે