કાવેરી નદી પરના ક્ષતિગ્રસ્ત પુલનુ કામ મંથર ગતિએ કામ ચાલતા લોકોમાં આક્રોશ
નવસારીમાં પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ થયો -બે વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયેલ પુલનું સમારકામ ના કરી આપતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો
નવસારી, નવસારીમાં પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ થઈ રહ્યો છે. બે વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયેલ પુલનું સમારકામ ના કરી આપતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકોમાં ચૂંટણી સમયે તંત્ર પર દબાણ લાવતા પુલ નહીં તો મત નહિના બેનર સાથે વિરોધ કરી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા કાવેરી નદીના ક્ષતિગ્રસ્ત પુલના કામને લઇ વિરોધ જોવા મળ્યો. ૨ વર્ષ થવા છતાં પણ ક્ષતિગ્રસ્ત પુલનું કામ પૂર્ણ ના થતા લોકો નારાજ થયા છે. પુલનું કામ મંથર ગતિએ ચાલતા વિરોધ જોવા મળ્યો.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ગણતરીના દિવસોમાં શરૂઆત થશે. દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. ત્યારે પોતાને પડી રહી મુશ્કેલ સમસ્યાને ઉકેલ લાવવા પ્રજા વિવિધ પ્રકારે તંત્રને રજૂઆત કરે છે. સામાન્ય દિવસોમાં સરકારી તંત્ર તરફથી બેજવાબદારીભર્યું વલણ જોવા મળે છે. વિભાગમાં કોઈ પ્રશ્નો સાંભળવા તૈયાર થતું નથી. અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે.
ત્યારે નવસારીના લોકોએ પણ હવે સરકારસુધી પોતાનો અવાજ પંહોચે માટે આ પ્રયોગ અપનાવ્યો છે. કાવેરી નદી પરના ક્ષતિગ્રસ્ત પુલનુ કામ મંથર ગતિએ કામ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળતા પુલ નહી તો મત નહી સાથે વિરોધનો આરંભ કર્યો છે.