Western Times News

Gujarati News

ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી: Ø  ઉભા...

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કર્યાનો ખાર રાખી માર મારી ધમકી આપ્યાની ફરિયાદ મોરબી, મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કર્યાનો ખાર...

નડિયાદને સરકારી મેડિકલ કોલેજ,નવું સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ,ઈન્ડોર ક્રિકેટ સ્ટેડિયમ, નવી એસ.પી.કચેરી બનાવવાની પંકજભાઈ દેસાઈની સરકારમાં લાગણી અને માંગણી (પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના...

ભરૂચમાં ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીને સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું-ઝાડેશ્વર નજીક સોસાયટીના મકાનમાં ટુકડા કરી એક્ટિવા ઉપર સ્ત્રીના વસ્ત્રો ધારણ...

(એજન્સી) દેહરાદૂન, દેહરાદૂનના ચકરૌતાથી ગઢમલપુર આવેલી જાનમાં ત્યારે હોબાળો મચી ગયો, જ્યારે જૂતા ચોરવાની રસમને લઈને બંને પક્ષમાં વિવાદ થઈ...

(એજન્સી) નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પરથી નશીલા પદાર્થાે સાથે બે મહિલાઓ ઝડપાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે થાઇલેન્ડથી આવેલી બે મહિલાઓની...

વક્ફ બિલને સમર્થન આપવાની માંગ કરતા યુવકની ધોલાઈ (એજન્સી)બેગૂસરાય, કોંગ્રેસની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ફરી બબાલ થઈ છે. કોંગ્રેસ...

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર ઇલોન મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકાના મોટાભાગના શહેરોની શેરીઓમાં હજારો લોકો ઉમટી...

મુંબઈ, બુલીવુડનો જાણીતો ફિલ્મ નિર્માતા આ વરસે પ્રોપર્ટીમાં લે-વેચ કરવાથી ચર્ચામાં છે. તેણે હાલમાં જ જોગેશ્વરીના તેના બે એપાર્ટમેટ ૧૧....

અમદાવાદ, સારા આરોગ્યને સુખની પ્રથમ ચાવી ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં બ્લડપ્રેશર, ડાયાબિટિસ જેવી સમસ્યા અનેક દર્દીઓમાં જોવા મળતી હોય...

મુંબઈ, મહારાષ્ટ્રના ધારાશીવમાં વીસ વર્ષીય વિદ્યાર્થિનીનુ કોલેજમાં ફેરવેલ સ્પીચ આપતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ વિદ્યાર્થિની ચાલુ સ્પીચે...

અમદાવાદ, રામોલમાં ત્રણ ગઠિયા કન્સ્લટન્સી ઓફિસ ખોલીને વિદ્યાર્થીઓને વર્ક પરમિટ તેમજ સ્ટુડન્ટ વિઝા અપાવીને વિદેશ મોકલવાના બહાને ચાર લોકો પાસેથી...

નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પરથી નશીલા પદાર્થાે સાથે બે મહિલાઓ ઝડપાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે થાઇલેન્ડથી આવેલી બે મહિલાઓની પાસેથી...

કોલકાતા, પ.બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારમાંથી એક ઠાકુરપુર બજારમાં રવિવારે સવારે એક કાર ભીડ પર ફરી વળી. આ દુર્ઘટનામાં...

વોશિંગ્ટન, અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ કરતાં સમગ્ર વિશ્વના શેરબજારોમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકામાં પણ મંદી અને મોંઘવારીનો ભય ઝળુંબી...

વોશિંગ્ટન, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકાર ઇલોન મસ્કની નીતિઓનો વિરોધ કરવા માટે અમેરિકાના મોટાભાગના શહેરોની શેરીઓમાં હજારો લોકો ઉમટી...

હવે ઔડાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોપલ-ઘુમામાં નર્મદાના નીર સપ્લાય કરશે-સવારે ત્રણ કલાક અને સાંજે એક કલાક નર્મદાનું પાણી મળશે...

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ના ચોમાસા પહેલા નિવારણ કરવા મ્યુનિસિપલ શાસકો કટિબદ્ધ છે. જેના ભાગરૂપે દક્ષિણ...

શિયાળામાં વિદેશી પક્ષીઓ મોકર સાગરના બને છે મહેમાન : સ્થાનિક પક્ષીઓનું પણ વૈવિધ્ય મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા આપી સૂચના રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે  પોરબંદર નજીક મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે : સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે પોરબંદર તા.૬  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા પોરબંદર નજીક આવેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી.      મુખ્યમંત્રીશ્રીએ માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટ ભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકર સાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળામાં સહભાગી થયા પૂર્વે મોકર સાગર ખાતે નિર્મિત થઈ રહેલા આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા ખાસ અને સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમારે નકશાના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ, મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રની વિશેષતાઓ, પક્ષીઓના વૈવિધ્યથી વિશે અવગત કર્યા હતા. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઠી ખાતેથી મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ઈ - ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ- કોમ્યુનિટી સેન્ટર વગેરે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુ ભાઈ બેરા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભૂતપૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી રમેશ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Newsphere by AF themes.