પાક.સેનાના વડા મુનિરે ભારત, હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ

ઈસ્લામાબાદ, પાકિસ્તાની સૈન્યના વડા જનરલ અસિમ મુનિરે ભારત અને હિન્દુઓ સામે તેર ઓકતાં ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઊઠાવ્યો છે.
મુનિરે કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ સમાન ગણાવ્યું હતું અને વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને પણ પોતાના દેશનો ઈતિહાસ ભણાવવા કહ્યું હતું. મુનિરે જણાવ્યું હતું કે, તેમના વડવાઓ માનતા હતા કે, જીવનના દરેક દૃષ્ટિકોણમાં હિન્દુ અને મુસ્લિમ અલગ છે.
ઈસ્લામાબાદ ખાતે ઓવરસીત પાકિસ્તાનીસ કન્વેન્શનમાં કાશ્મીરને પાકિસ્તાનનું અભિન્ન અંગ ગણાવતાં મુનિરે દાવો કર્યાે હતો કે, કાશ્મીર એ પાકિસ્તાનની ધોરી નસ છે અને તેઓ ક્યારેય તેને ભૂલશે નહીં.
વિદેશમાં વસતા પાકિસ્તાનીઓના આ સંમેલમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાત શરીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર અને લદાખને ભારતે મક્કમતાથી પોતાના દેશના અવિભાજ્ય અંગ ગણાવ્યા છે.
ભારતે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી બંને દેશના સંબંધોમાં ખટાશ આવી છે. નફરતનું તેર ઓકતા મુનિરે તમામ પાકિસ્તાનીઓને અલગ દેશની રચનાનો ઈતિહાસ યાદ રાખવા ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના મૂલ્યો અને ઉદ્દેશ ક્યારેય ભૂલવા જોઈએ નહીં અને બાળકોને પણ તેની સમજણ આપવી જોઈએ.
આપણા વડવાઓ માનતા હતા કે જીવનના દરેક પાસામાં હિન્દુઓ અને મુસ્લિમો અલગ છે. મોહંમદ અલી તીણાએ ધર્મના આધારે સ્થાપિત કરેલા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને યાદ કરાવતા મુનિરે કહ્યું હતું કે, આપણો ધર્મ અલગ છે. રીત-રિવાજ, પરંપરાઓ, વિચારો અને અપેક્ષાઓ સાવ અલગ છે.
આ ભિન્નતાના પાયા પર જ બે રાષ્ટ્ર રચાયા છે. પાકિસ્તાનીઓ ક્યારેય વિવિધતા સામે તૂક્યા નથી અને તૂકશે નહીં.પાકિસ્તાની સૈન્ય વડા મુનિરના નિવેદનને વખોડી કાઢતાં ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત વિસ્તારો પર ગેરકાયદે કબજો જમાવ્યો છે અને તેનાથી વિશેષ કોઈ સંબંધ નથી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અન્ય દેશનો વિસ્તાર કઈ રીતે ધોરી નસ સમાન હોઈ શકે? ભારત પર ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણા સાથે કોઈ સંબંધ ન હોવાનું દર્શાવવા પાકિસ્તાન મથી રહ્યું છે.
પાકિસ્તાન ભલે ગમે તેવા પ્રયાસ કરે, પરંતુ વૈશ્વિક આતંકવાદના એપિસેન્ટર તરીકેની છાપ ભૂંસાશે નહીં. પાકિસ્તાને જેને બચાવવા પ્રયાસ કર્યાે હતો, તે રાણા ભારત પાસે છે અને તેને કાયદા મુજબ સજા થશે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા (ઉ.વ.૬૪)ને ૧૦ એપ્રિલે પ્રતયાર્પણ દ્વારા અમેરિકાથી ભારત લવાયો હતો.SS1MS