સીરિયલ અનુપમામાંથી બહાર થયો પારસ કલનાવત

નવી દિલ્હી, પારસ કલનાવત, જે હાલ પોપ્યુલર સીરિયલ અનુપમામાં સમર શાહનું પાત્ર ભજવી રહ્યો છે, તે શોમાંથી બહાર થયો છે! પ્રોડક્શન હાઉસે તેનો કોન્ટ્રાક્ટ ખતમ કર્યો છે કારણ કે, એક્ટરે અન્ય ચેનલ પર ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦માં ભાગ લેવા માટે ‘હા’ પાડતા પહેલા મેકર્સને જાણ કરી નહોતી.
પ્રોડક્શન હાઉસ દ્વારા હાલમાં એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રોડ્યૂસર રાજન શાહી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘પ્રોડક્શન હાઉસ તરીકે અમે કોન્ટ્રાક્ટના ભંગને સ્વીકારીશું નહીં. અમે એક્ટર તરીકેની તેની તમામ સર્વિસ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધી છે. અમે તેને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
પારસ કલનાવતનો સંપર્ક કર્યો હતો અને એક્સક્લુઝિવ વાતચીતમાં તેણે તે નવી જર્ની માટે ઉત્સુક હોવાનું કહ્યું હતું. આ સિવાય તેણે ‘અનુપમા’ની આખી ટીમ માટે તેના મનમાં આદર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘હું ‘ઝલક દિખલા જા ૧૦’માં મારી નવી જર્ની શરૂ કરવા તરફ જાેઈ રહ્યો છું. પરંતુ હકીકત એ છે કે જ્યારે મીડિયામાં સમાચાર સામે આવ્યા ત્યારે મેં શો સાઈન કર્યો નહોતો.
પરંતુ મેકર્સને લાગ્યું હતું કે, ડાન્સ રિયાલિટી શો માટે ‘હા’ પાડતાં પહેલા મેં તેમને જણાવ્યું નહોતું. હું તે મુદ્દાને સમજી છું કે, ‘ઝલક દિખલા જા ૧૦’ની ઓફર પર વિચાર કરતાં પહેલા મારે તેમની પરવાનગી લેવી જાેઈતી હતી અથવા તેમની સલાહ લેવી જાેઈતી હતી.
છેલ્લા એક વર્ષથી તેના પાત્રનો કોઈ જ વિકાસ ન થયો હોવા અંગે વાત કરતાં, એક્ટરે ઉમેર્યું હતું કે ‘છેલ્લા એક વર્ષથી મારા પાત્ર ‘સમર’ પાસે કરવા માટે કંઈ નહોતું. નંદિનીની (અનઘા ભોસલે) એક્ઝિટ બાદ, મારા પાત્ર પાસે ભાગ્યે જ કંઈક કરવા માટે હતું.
ત્યારબાદ શોમાં કેટલાક નવા પાત્રો લાવવામાં આવ્યા અને ફોકસ નવા પરિવાર પર શિફ્ટ થયું. હું શોમાં બેકગ્રાઉન્ડમાં માત્ર પરિવારના સભ્ય તરીકે ઉભા રહેવા માગતો નહોતો. હું જાણું છું કે, કેટલાક મહિનાઓ માટે ટ્રેક હોય છે અને ત્યારબાદ અન્ય કેન્દ્રમાં આવે છે.
પરંતુ મારા પાત્રનો ખરેખર વિકાસ થઈ રહ્યો નહોતો. તેથી જ્યારે રિયાલિટી શોની ઓફર આવી ત્યારે તે મને સારી લાગી હતી. ઉપરાંત, મેં મેકર્સને હું મારા રોલ વિશે શું અનુભવું છું અને મારા કરિયર ગ્રાફ વિશે વાત કરી હતી, પરંતુ શોમાં મારો ટ્રેક ક્યારે પરત ફરશે તે અંગે તેમની ખાતરી નહોતી.SS1MS