Western Times News

Gujarati News

ચારુની આઠ મહિનાની દીકરી ઝિયાનાને થઈ બીમારી

નવી દિલ્હી, મેરે અંગને મેં ફેમ ચારુ અસોપા ઘણા સમયથી પતિ રાજીવ સેનથી અલગ રહેવા લાગી છે, તેણે ડિવોર્સ લેવા માટેની કાયકાદીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આઠ મહિનાની દીકરી ઝિયાનાનો ઉછેર તે એકલા હાથે કરી રહી છે અને થોડા દિવસ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના માટે જ આટલો મોટો ર્નિણય લીધો હોવાનું જણાવ્યું હતું.

YouTube પર પોતાની ચેનલ ધરાવતી એક્ટ્રેસે હાલમાં જ શેર કરેલા લેટેસ્ટ વીડિયોમાં તેની દીકરી બીમાર હોવાથી આપેલા વચન પ્રમાણે લાઈવ ન આવી શકી હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તેની દીકરીને હાથ, પગ અને મોંની બીમારી છે.

ચારુ અસોપાએ ફેન્સની માફી માગી હતી અને કહ્યું હતું કે ‘ઝિયાના ખૂબ નાની છે અને તેને ફોલ્લાઓ છે. તે સરખી રીતે ઊંઘી શકતી નથી કે ખાઈ શકતી નથી અને સતત રડતી રહે છે’, એક્ટ્રેસે તે દિવસને યાદ કર્યો હતો જ્યારે ઝિયાનાને તકલીફ શરૂ થઈ હતી અને આખો દિવસ રડતી રહી હતી. ચારુએ ડોક્ટરની સલાહ લીધી હતી અને ઝિયાનાને દવા આપી હતી પરંતુ તેનાથી લાંબા સમય સુધી રાહત મળી નથી.

ચારુએ ખુલાસો કર્યો હતો કે, તેણે તેને અડધી રાતે હોસ્પિટલ લઈ જવી પડી હતી. ચારુએ કહ્યું હતું કે ‘હું ઝિયાના સાથે એકલી હોવાથી, બધું કેવી રીતે હેન્ડલ કરું તે જાણતી નહોતી. પરંતુ મારે હિંમતની જરૂર હોવાનો અહેસાસ થયો હતો. મેં તેનો સામાન પેક કર્યો હતો અને રડી રહેલી ઝિયાનાને હાથમાં લીધી હતી.

પરંતુ મને મારા ચપ્પલ મળી રહ્યા નહોતા. તે વાતથી મને રડવું આવ્યું હતું. ચપ્પલના કારણે નહીં પરંતુ હું ડરી ગઈ હતી. જાે કે, મેં મારી જાતને સંભાળી હતી અને પોતાને કહ્યું હતું હતું કે, તે મારા બાળક વિશે છે. તેણે ઉમેર્યું હતું કે, ‘મેં કાર ચલાવી હતી અને સવારે ૨.૩૦ કલાકે હોસ્પિટલ ગઈ હતી. તેની સાથે શું થઈ રહ્યું હતું તે ડોક્ટર પણ સમજી શક્યા નહોતા.

પેટમાં દુખાવાની રાહત માટે તેમણે તેને દવા આપી હતી. અમે પરત આવ્યા હતા, થોડી મિનિટ માટે ઉંઘ્યા હતા અને તેણે ફરીથી રડવાનું શરૂ કરી દીધું હતું.

બીજા દિવસે ઝિયાનાના ચહેરા પર લાલ ચકામા પડી ગયા હતા. પરંતુ ત્યારબાદ મેં તેના સ્પેશિયાલિસ્ટને ફોન કર્યો હતો, જેઓ હાલ વિદેશમાં છે. તેમણે તેને હાથ, પગ અને મોંની બીમારી હોવાનું કહ્યું હતું. ચારુ અસોપાએ કહ્યું હતું કે, તે હવે સમસ્યા શું છે તે જાણે છે અને યોગ્ય સારવાર કરાવી રહી છે.

ઝિયાના ધીમે-ધીમે ઠીક થઈ રહી છે. સમગ્ર ઘટનામાંથી મળેલા પાઠ વિશે અંતમાં વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘હું નવી મમ્મીઓને સલાહ આપવા માગીશ કે પરેશાન ન થશો, ધીરજ રાખજાે. નવી મમ્મીઓને સલામ છે. જ્યારે જીવનમાં આવા પડકાર આવે છે, ત્યારે તમને તમારી તાકાત અને તમને કેટલાક મજબૂત બની શકો છો તેનો અહેસાસ થાય છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.