Western Times News

Gujarati News

પરિણીતી-રાઘવની સગાઈમાં ૧૫૦ મહેમાનોને આમંત્રણ ??

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા વચ્ચે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. પરિણીતી અને રાઘવ આશરે બે મહિના પહેલા મુંબઈમાં લંચ અને ડિનર ડેટ પર જાેવા મળ્યા હતા અને ત્યારથી જ બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોવાની અટકળો શરૂ થઈ હતી. જે બાદ કેટલીય વાર તેઓ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર સાથે દેખાયા હતા. હવે ચર્ચા છે કે, પરિણીતી અને રાઘવ સગાઈ કરવાના છે. Parineeti-Raghav’s engagement

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા ૧૩ મેના રોજ દિલ્હીમાં સગાઈ કરવાના છે. કપલે આ માટે શોપિંગ પણ કરી લીધી છે તેમ કહેવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, ૧૩ મેના રોજ રાઘવ અને પરિણીતીની સગાઈ થશે અને તેમાં ૧૫૦ મહેમાનોને આમંત્રણ અપાયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને રાજકારણ સાથે સંબંધ ધરાવતા ૧૫૦ લોકોને સગાઈમાં આમંત્રણ અપાયું છે. મીડિયા રિપોર્ટ્‌સમાં સગાઈ અંગે કેટલીય વાતો લખાઈ રહી છે પરંતુ પરિણીતી અને રાઘવ આ મુદ્દે મૌન સેવીને બેઠા છે.

અગાઉ પણ સગાઈની ખબરો આવી હતી પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મંગળવારે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. પરિણીતી લાલ રંગનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો જ્યારે રાઘવે બ્લેક શર્ટ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું. તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

એરપોર્ટ પર મીડિયાના ફોટોગ્રાફર્સે પૂછ્યું કે, ‘લગ્નમાં બોલાવશો ને?’ ત્યારે કંઈપણ બોલવાના બદલે પરિણીતી ખાલી શરમાઈ હતી અને સ્મિત કર્યું હતું. થોડા દિવસ પહેલા જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા પંજાબ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ જાેવા માટે પહોંચ્યા હતા. મોહાલીમાં આ મેચ યોજાઈ હતી ત્યારે પરિણીતીને રાઘવ સાથે ત્યાં જાેઈને લોકોએ ‘પરિણીતી ભાભી જિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

આ જાેઈને પરિણીતી હસી પડી હતી. પરિણીતી અને રાઘવ પોતાના સંબંધ વિશે કંઈ બોલવા તૈયાર નથી. પરંતુ તેમના નજીકના લોકો સંબંધ પર મહોર લગાવી ચૂક્યા છે. અગાઉ આપના નેતાએ ટિ્‌વટ કરીને કપલને શુભેચ્છા આપી હતી. એક્ટર-સિંગર હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ રિલેશનશીપમાં હોવાનું કન્ફર્મ કર્યું હતું. આ તરફ ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પરિણીતી અને રાઘવ લગ્ન કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.