Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

TMKOC:સોનુને ઘરની વહુ બનાવવા તૈયાર થશે જેઠાલાલ?

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા ૧૫ વર્ષમાં દર્શકોને ક્યારેય પણ મનોરંજન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યો નથી અને હાલનો ટ્રેક તો ખૂબ જ મજેદાર દેખાડવામાં આવી રહ્યો છે. વાત એમ છે કે, ટપ્પુ અને સોનુ નાના હતા ત્યારથી જ ભીડેને એક ચિંતા સતાવતી હતી કે ક્યાંક તેઓ એકબીજાને ડેટ ન કરવા લાગે. તેનો આ ડર સાચો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

રિયુનિયનના બહાને ટપ્પુ સોનુને ગાર્ડનમાં લઈ ગયો અને ત્યાં જઈને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું, તેણે તેને ગુલાબનું ફૂલ પણ આપ્યું. આ બધું તેમનો પીછો કરી રહેલો ભીડે જાેઈ ગયો. જે બાદ બંનેને પકડીને તેઓ અહીં શું કરી રહ્યા છે તેમ પૂછ્યું. તે તરત જ ઘરે ગયો અને પત્ની માધવીને ટપ્પુએ સોનુને ગ્રીટિંગ કાર્ડ સાથે ગુલાબનું ફૂલ આપ્યું હોવાનું જણાવ્યું. માધવીએ જવાબમાં કહ્યું કે, તેને તેની દીકરી પર પૂરો વિશ્વાસ છે અને કંઈ ચિંતા કરવા જેવું નથી. TMKOC

આ સાંભળી ભીડેને ગુસ્સો આવ્યો અને માધવીને પહેલા ગ્રીટિંગ કાર્ડ વાંચવા બાદ ટપ્પુ તેમજ સોનુ પર ભરોસો કરવો કે નહીં તે નક્કી કરવા કહ્યું. માધવીએ કાર્ડ ચેક કર્યું તો તેમા ‘આઈ લવ યુ માટ એન્જલ’ લખેલું વાંચીને ચોંકી ગઈ. બાદમાં ભીડેએ આ મુદ્દા પર ઝઘડો કરવા માટે જેઠાલાલને ફોન કર્યો.

જેઠાલાલ, જે કામમાં વ્યસ્ત હતા તેમણે બેક ટુ બેક ફોન ડિસ્કનેક્ટ કર્યો. આ વાતથી ગુસ્સે થયેલા ભીડેએ તેમને વારંવાર ફોન કરવાનું ચાલુ રાખ્યું. જેઠાલાલ કંટાળીને કોલ રિસીવ કર્યો અને હવે શું થયું તેમ પૂછ્યું. પહેલા તો ભીડેએ તે તેમની દુકાને જઈ રહ્યો હોવાનું કહ્યું અને બાદમાં રાતે તેમના જ ઘરે જઈને શું થયું તેની વિગતવાર જાણકારી આપશે તેમ નક્કી કર્યું.

ભીડેએ જેઠાલાલને કહ્યું કે, જે ખબર તે આપવનો છે તે સાંભળીને તેમના પગ તળેથી જમીન સરકી જશે. જેઠાલાલ ચિંતા કરવા લાગ્યા અને સૌથી પહેલો ફોન પરમમિત્ર તારક મહેતાને ફોન કર્યો બાદમાં, તારકે ફોન પર અંજલીને જેઠાલાલ અને ભીડેના ઝઘડા વિશે જણાવ્યું. અંજલીએ આ વિશે કોમલને અને કોમલે બબિતાને કહ્યું. ગોકુલધામ સોસાયટીને ભીડે અને જેઠાલાલની ચિંતા થઈ રહી છે તેમજ મુદ્દો શું હશે તે પણ અટકળો લગાવી રહ્યા છે.

ભીડેએ નક્કી કરી લીધું છે કે, તે સોનુને ગોકુલધામ સોસાયટીમાં નહીં રહેવા દે અને તેને ગામડે મોકલી દેજે. તે આગળનો અભ્યાસ ત્યાં જ કરશે અને લગ્ન પણ ત્યાંના કોઈ છોકરા સાથે કરાવશે. આ જાણી ટપ્પુ અને સોનુ બંને પરેશાન થાય છે. સોનુ કોઈ પણ સ્થિતિમાં ગામડે જવા માગતી નથી. પરંતુ ભીડે પોતાના ર્નિણયથી ટસનો મસ થવા માગતો નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers