Western Times News

Gujarati News

પરિણીતીની બેગની કિંમતમાં તો એક i Phone-૧૩ આવી જાય

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. પરિણીતી ચોપરા બ્લેક રંગના મેક્સી ડ્રેસ, શૂઝ, કેપ અને ગોગલ્સ સાથે એરપોર્ટ પર આવી હતી. જાેકે, પરિણીતીના એરપોર્ટ લૂક કરતાં તેના ખભે લટકી રહેલી નાનકડી બેગે ધ્યાન ખેંચ્યું હતું.

પરિણીતી ચોપરાના ખભે બ્રાઉન રંગની લેધર બેગ લટકતી જાેવા મળી હતી. તેની કિંમત જાણીને ચક્કર આવી જશે! પરિણીતી ચોપરા સ્ટેલા મેકકાર્ટનીની વોવન લેધર બેગ સાથે જાેવા મળી હતી. મલ્ટીકલર શોલ્ડર સ્ટ્રેપ સાથે આવતી આ નાનકડી બેગની કિંમતમાં તમે એક આઈફોન ખરીદી શકો છો. પરિણીતી ચોપરાએ ભરાવેલી આ સ્લિંગ બેગની કિંમત ૮૬૫ ડોલર એટલે કે ૬૯,૭૨૫ રૂપિયા છે.

હાલ આઈફોન ૧૩નો ઓનલાઈન ભાવ ૬૫ હજાર રૂપિયાની આસપાસ છે. મતલબ કે, પરિણીતી ચોપરા આઈફોન ૧૩ કરતાં પણ મોંઘી બેગ સાથે એરપોર્ટ પર જાેવા મળી હતી. પરિણીતી ચોપરાને બેગ્સનો ખાસ્સો શોખ છે. એરપોર્ટ પર તે અવારનવાર આવી ડિઝાઈનર બેગ્સ સાથે જાેવા મળે છે અને તેની ચર્ચા પણ ખાસ્સી થતી રહે છે.

થોડા મહિના પહેલા જ પરિણીતી ચોપરા ગુચ્ચીની સ્લિંગ બેગ સાથે જાેવા મળી હતી. એ નાનકડી શોલ્ડર બેગની કિંમત પણ ૧.૨૩ લાખ રૂપિયા હતી.

પરિણીતી ચોપરા આ બેગ સાથે એરપોર્ટ ઉપરાંત હોલિડે વખતે પણ જાેવા મળી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, પરિણીતી ચોપરાની ફિલ્મ ‘કોડ નેમઃ તિરંગા’નું ટીઝર આજે લોન્ચ થયું છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા ઉપરાંત હાર્ડી સંધૂ, શરદ કેલકર, રજીત કપૂર, દિબયેન્દુ ભટ્ટાચાર્ય, શિરીષ શર્મા, સબ્યસાચી ચક્રવર્તી જાેવા મળે છે.

ટીઝરમાં પરિણીતી ચોપરા દમદાર એક્શન સીન કરતી જાેવા મળે છે. ફિલ્મમાં પરિણીતી રૉ એજન્ટના રોલમાં છે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.