ચીનમાં લોકો તાવની દવાઓનો સ્ટોક કરી રહયા છે- વેચાણ ૧૦૦% વધ્યું
ઓસેલટેમિવિર નામની તાવની દવાએ ખરીદીના તમામ રેકોર્ડ તોડયા
(એજન્સી) બેઈજીગ, ચીનમાં આજકાલ લોકો તાવની દવાઓનો મોટેપાયે સ્ટોક કરી રહયા છે. તેને પગલે તાવની દવાઓની ઓનલાઈન ન ખરીદીમાં પણ ૧૦૦ ટકા વધારો થયો છે.
એવું માનવામાં આવી રહયું છે. કે કોરોનાના ડરને કારણે લોકો દવાઓ ખરીદી રહયા છે. ચીને ઝીરો કોવિડ નીતીમાં અચાનક છૂટછાટ આપી દેતાં કરોડો લોકો હવે બજારમાં નીકળી રહયા છે.
બીજા દેશોના નાગરીકોને વિઝા આપવાની પણ શરૂઆત થઈ ચુકી છે. તેવામાં ચીનમાં કોરોનાના કેસ વધ્યા છે. ઓસેલટેમીવીર નામે વેચાણી તાવની જેનેરીક દવાએ ખરીદીના તમામ રેકર્ડ તોડી નાખ્યા છે.
બ્લુમબર્ગના અહેવાલ મુજબ તાઓબાએ અને મોલ જેવી ઈ-કોમર્સ કંપનીઓ માર્ચ મહીનાના આરંભીક ૧૩ દિવસમાં જ પ,૩૩,૦૦૦ થી વધુ તાવની ગોળી વેચી ચૂકી છે. વીતેલા વર્ષના ઉપલબ્ધ ડેટા મુજબ સરેરાશ ખરીદીમાં ૧ર૯ ટકાનો વધારો નોધાયો છે.
શાંધાઈમાં રહેનારા હેલ્થકેર એનાલીસ્ટ વાંગ રૂઈઝેએ કહયું કે લોકોને આ વાતનો ડર છે કે દેશમાં કોરોના સંકટ વધી રહયું છે. ડરી જઈને લોકો બચાવ માટે લોકો મોટા પાયે તાવની દવા ખરીદી રહયા છે. તેમણે કહયું કે મોટાપાયે દવાઓની ખરીદીને કારણે બજાર સ્ટોક ઘટી ગયો છે.
કિમતોમાં વધારો થયો છે.ચીન સરકારે ઝીરો કોવિડ નીતિમાં છૂટછાટ આપ્યા પછી કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જાેકે હાલમાંકોરોના કેસ થોડા ઘટયા છે. પરંતુ લોકો ડરેલા છે.
લોકો તાવની દવાઓ ખરીદીને ઘરમાં જ રાખવા માંગે છે. વાંગ રૂઈઝે કહયું કે એવું લાગે છે. કે કેટલાક લોકો એન્ટી વાઈરલ દવાઓનો સ્ટોક કરી રહયા છે. બાળકોમાં તાવના વાવડ સામે આવતાં વાલીઓ ડરી ગયા છે.’