Western Times News

Gujarati News

ર૦રપ સુધીમાં RSSની શાખાઓની સંખ્યા એક લાખ સુધી લઈ જવાશે

(એજન્સી)અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવકો સંઘની સ્થાપનાને ર૦રપમાં સો વર્ષ પુરા થઈ રહયા છે. ત્યારે ગુજરાત સહીત દેશભરમાં સંઘની શાખાની સંખ્યા વધારી વધુ લોકોને જાેડાવવામાં આવશે. હાલ ગુજરાતમાં ૧૭૦૦ સહીત દેશભરમાં ૬૯ હજાર જેટલી શાખાઓ ચાલે છે. By 2018- the number of RSS branches will reach one lakh

જેની સંખ્યા એક લાખ સુધી લઈ જવાશે. સંઘમાં વધુને વધુ લોકો જાેડાતા આ વર્ષે ગુજરાત સહીત દેશભરમાં પ્રાથમીક વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના મળી કુલ ૧૦૯ સ્થળોએ સંઘના શિક્ષા વર્ગ યોજાશે.

જેમાં ર૦ હજારથી વધુ સ્વયંસેવકો પ્રશિક્ષણ આપવામાં આવશે. તેમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખીલ ભારતીય પ્રતીનીધી સભામાં સરસંચાલક મોહનજી ભાગવત સહીત અન્ય અગ્રણીઓ હાજર રહયા હતા.

પ્રાંત સંઘચાલક ડો.ભરત પટેલ અને પ્રાંત પ્રચાર પ્રમુખ વીજય ઠાકોર જણાવ્યું કે, કોરોના કાળમાં અને ત્યારબાદ દેશમાં સંઘનું કાર્ય વધ્યું છે.

કોરોના સમયે પણ સાડા પાંચ લાખ સ્વયંસેેવકોએ લોકોની સેવા કરી હતી. તેની સાથે જ સંઘ આગામી સમયમાં સામાજીક પરીવર્તનના પાંચ આયામો સામાજીક સમરસતા પરીવાર પ્રબોધન પર્યાવરણ સંરક્ષણ સ્વદેશી આચરણ અને નાગરીક કર્તવ્ય પર જાગૃતિ લાવવાની સાથે કામ કરશે.

તેમણે જણાવ્યું કે, પ્રતીનીધી સભામાં વિવિધ વિષયો પર ચર્ચા કરવાની સાથે સ્વ. આધારીત રાષ્ટ્ર ના નવોત્થાન નો સંકલ્પ લઈએ વિષય પર ચર્ચા કર્યા બાદ સર્વાનુમતે એક ઠરાવ પસાર કરાયો હતો.

જયારે બેઠકના અંતીમ દિવસે પ્રતીનીધી સભામાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આર્ય સમાજનાં સ્થાપક દયાનંદ સરસ્વતીનું ર૦૦મું જન્મવર્ષ ભગવાન મહાવીર સ્વામીનું રપપ૦નું નિર્વાણ વર્ષ તેમજ શિવાજી મહારાજના રાજયભીષેકને ર જુનના રોજ ૩પ૦ વર્ષ પુરા થઈ રહયાં છે. ત્યારે આ ત્રણ વિષય પર વકતવ્ય રજુ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.