વલસાડમાં રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડમાં શહેર માં રોટરી ક્લબ દ્વારા એકદમ રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર શરુ કરવામા આવ્યું છે. અહીં ઓછા માં ઓછા એટલે કે ફક્ત ૫૦ અને ૧૦૦ રૂપિયા માં દર્દીઓને ફિઝિયોથેરાપી ની સારવાર રાહત દરે આપવામાં આવે છે. અન્ય જગ્યાએ રૂપિયા ૩૦૦ થી ૫૦૦નો ખર્ચ થાય છે. જયારે અહીં માત્ર ૫૦ થી ૧૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. આ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે.
વલસાડના હાલર રોડ ખાતે રોટરી ક્લબ દ્વારા રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર રાહત દરે શરુ કરવામાં આવ્યું છે. અહીં એકદમ રાહત દરે દરેક વર્ગના લોકોને અદ્યતન સગવડ મળી રહે છે. રોટરી ક્લબ ઓફ વલસાડના સૌ પ્રથમ કાયમી પ્રોજકટ તરીકે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર સ્વ.યોગેશ પરીખ નવદીપ ઘરઘંટી વાળાની યાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ડો. ભૂમિકા પટેલ, ડો. પ્રતિભા ગરાસિયા અને ડો. વીણા ટોપીવાળા દ્વારા વિવિધ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેમાં નાના બાળકો થી લઈને ૯૦વર્ષના વડીલોને માટે આ સેન્ટર આશીર્વાદ રૂપ બન્યું છે.
અહીં વિકલાંગ બાળકોને જરૂરી સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આઉટડોર દર્દીઓને નજીવા દરે સારવાર આપવામાં આવે છે.આ કેન્દ્ર પર દરરોજ સરેરાશ ૨૫ દર્દીઓ લાભ લઈ રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર અનેક આધુનિક મશીનોથી સજ્જ છે અને સંપૂર્ણ વાતાનુકૂલિત છે.