જયારે આખી દુનિયાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું ત્યારે ભારત રશિયાનું સાથી બની ગયું
મોદીની રશિયા મુલાકાતથી ચીનના પેટમાં તેલ રેડાશે- પુષ્કળ ક્રૂડ ઓઈલ ખરીદ્યું.તેની અર્થવ્યવસ્થાને ડૂબવા દીધી ન હતી. દેખીતી રીતે આ એજન્ડામાં ટોચ પર હશે
રશિયાના વિદેશ મંત્રાલયે એવું કહીને દુનિયામાં હલચલ મચાવી દીધી છે કે પીએમ મોદી અને પુતિન વચ્ચે ‘નો લિમિટ ટોક’ નહીં થાય. એટલે કે આ વાતચીતની કોઈ મર્યાદા નથી. તેઓ ઈચ્છે ત્યાં સીધી એકબીજાની સાથે વાતચીત કરી શકે છે.
આથી ચીન હોય કે અમેરિકા, દુનિયાના મોટા દેશો આ બેઠક પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ વાતચીતમાંથી કંઈક બહાર આવવાની સંભાવના છે જે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ત્રીજીવાર સત્તા મેળવીને ઠરીઠામ થયા અને જી-૭માં ઈટાલીની મુલાકાત બાદ હવે વધુ એક વિદેશ પ્રવાસ માટે તૈયાર છે. અને જે દેશમાં જવાના છે તે દેશ સાથે ભારતના વર્ષો જૂના સંબંધો રહ્યા છે. વડાપ્રધાન ૮ જુલાઈએ રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. જયાં તેઓ તેમના ખાસ મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. રરમી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
ભારતના વડાપ્રધાનની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની કહી શકાય કે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે, તેવા સમયે મોદીની રશિયા મુલાકાત પર યુક્રેન સહિત બીજા દેશો અને ખાસ તો ભારતને પરેશાન કરનાર વિસ્તારવાદી ચીનની બાજ નજર રહે તે સ્વાભાવિક છે.
આમ તો અમેરિકા સામેના મોરચામાં રશિયા અને ચીન એક મંચસ્થ ભાઈબંધ છે. પણ ભારત માટે ચીન એટલે ભારતને કોઈને કોઈ રીતે પરેશાન કરનાર દેશ કહી શકાય. હજુ પણ લેહલદ્દાખ સેકટરમાં ભારત અને ચીનની વચ્ચે બધુ ઠીક નથી અને હાલમાં જ ભારતના વિદેશમંત્રીએ ચીનને લપડાક લગા કે ચીને ભારતીય સીમા નજીક એલએસીનું સન્માન કરવું પડશે.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. પરંતુ રશિયાના વિદેશ મંત્રાલયે એવુ કહીને દુનિયામાં હલચલ મચાવી દીધી છે કે પીએમ મોદી અને પુતિન વચ્ચે ‘નો લિમિટ ટોક’ નહી થાય. એટલે કે આ વાતચીતની કોઈમર્યાદા નથી. તેઓ ઈચ્છે ત્યાં સુધી એકબીજાની સાથે વાતચીત કરી શકે છે. આથી ચીન હોય કે અમેરિકા, દુનિયાના મોટા દેશો આ બેઠક પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ વાતચીતમાંથી કંઈક બહાર આવવાની સંભાવના છે, જે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
વિદેશ મંત્રાલયના શિડ્યુલ પ્રમાણે, પીએમ મોદી ૮-૯ જુલાઈના રોજ મોસ્કોમાં હશે. પુતિન સાથે લાંબી દ્વિપક્ષીય વાતચીત હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે કોઈ સમય નકકી કરવામાં આવ્યો નથી. પીએમ મોદી મોસ્કોમાં વસતા ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. મોસ્કોથી પીએમ મોદી તા.૯-૧૦ જુલાઈના રોજ ઓસ્ટ્રિયા જશે. મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિને મળશે અને ચાન્સેલર (વડાપ્રધાન)ને મળશે. ત્યાંના વેપારીઓને મળવાનો પણ કાર્યક્રમ છે.
પરંતુ સૌથી મહત્વપૂર્ણ સમયગાળો રશિયા માટે છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. પીએમ મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રશિયાની પસંદગી કરી છે. બંને નેતાઓ વચ્ચે છેલ્લી મુલાકાત ડિસેમ્બર ર૦ર૧માં થઈ હતી. આ પ્રવાસ યુક્રેન યુદ્ધ પછી થઈ રહ્યો છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે તેથી તેનો અર્થ પણ ખૂબ જ વિશેષ છે.
યુક્રેન યુદ્ધ પછી જયારે આખી દુનિયાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું ત્યારે ભારત રશિયાનું સાથી બની ગયું. પુષ્કળ ક્રૂડ ઓઈલ ખરીદ્યું. તેની અર્થવ્યવસ્થાને ડૂબવા દીધી ન હતી. દેખીતી રીતે આ એજન્ડામાં ટોચ પર હશે. બંને દેશો એક નવા કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે, જેમાં સૈનિકો, યુદ્ધ જહાજો અને ફાઈટર એરક્રાફટની સંયુકત નૈતાતી સામેલ હશે. ભારતે હજુ સુધી કોઈ દેશ સાથે આવો કરાર કર્યો નથી અને રશિયા સાથે પહેલીવાર કરશે કેમ કે રશિયા વિશ્વાસુ છે.
રશિયા અને ચીન વચ્ચે વધી રહેલા સંબંધોથી ભારત ચિંતિત છે. ગલવાન ઘટના બાદ ચીન રશિયા સાથે મિત્રતા વધારવાની કોઈ તક છોડવા માંગતું નથી, તેથી પીએમ મોદીની પુતિન સાથેની મુલાકાત સ્વાભાવિક રીતે જ તેને ચિડવશે. રશિયા અને ચીનની મિત્રતામાં કેટલાક અવરોધો પણ આવ્યા છે. રશિયા પણ જાણે છે
કે ચીન કેવી રીતે ઘમંડ બતાવે છે. તેથી ભારત અને રશિયા યુરેશિયન ક્ષેત્રમાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે નવા રસ્તાઓ શોધી શકે છે.
રશિયા-ચીન મિત્રતામાં તિરાડના સૌથી મોટા સંકેત તાજેતરમાં જોવા મળ્યા હતા. પુતિન પાવર ઓફ સાઈબિરીયા ર ગેસ પાઈપલાઈન નાખવા માંગતા હતા, પરંતુ ચીને તેમાં કોઈ રસ દાખવ્યો ન હતો. જયારે પુતિન પણ આ માટે ચીન ગયા હતા.
ચીન બાદ પુતિન ઉઝબેકિસ્તાન, ઉત્તર કોરિયા અને વિયેતનામ ગયા. તેમણે ઉત્તર કોરિયા સાથે ખૂબ જ મજબુત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા જેમાં તેમની સૈન્યનો ઉપયોગ અને તેમની સુરક્ષાનો સમાવેશ થાય છે જેના કારણે ચીનને મુશ્કેલી ઉભી થઈ છે.
પહેલા રશિયા સૈન્ય ક્ષેત્રમાં અને ચીન આર્થિક ક્ષેત્રમાં પોતાનો દબદબો ધરાવતું હતું, પરંતુ હવે ચીન સૈન્ય ક્ષેત્રમાં પણ દખલ વધારી રહ્યું છે, જેના કારણે રશિયા ચીન, ઉઝબેકિસ્તાનને આગળ લઈ રહ્યું નથી નિષ્ણાતોનું માનવું છે કે તમામ અવરોધો છતાં રશિયા હજુ પણ ભારતને ચીન કરતાં વધુ કુદરતી ભાગીદાર અને મહત્વપૂર્ણ મિત્ર માને છે. આનાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે મુશ્કેલી ઉભી થઈ છે.
રાજકીય રીતે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ઈટલીની મુલાકાતે ગયા હતા, જયાં તેમણે સમિટમાં ભાગ લીધો હતો અને ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી તે કોન્ફરન્સમાં રશિયા- યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન મોદી રશિયાની મુલાકાતે જવાના છે, જયાં તેઓ તેમના ખાસ મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે. રશિયા આ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે.
સમગ્ર વિશ્વની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પર ટકેલી છે. કારણ કે વડાપ્રધાન મોદી યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયાની મુલાકાતે જવાના છે. આમાં લેવાયેલા નિર્ણયોની અસર સમગ્ર વિશ્વ પર પડશે. નિષ્ણાતોના મતે પશ્ચિમી દેશોને પણ આશા છેકે પીએમ મોદી યુક્રેન યુદ્ધને લઈને રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરી શકે છે.
રોયટર્સે રશિયન સરકારી સમાચાર એજન્સી આરઆઈએને ટાંકીને કહ્યું કે પીએમ મોદીને માર્ચમાં મોસ્કોની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદેશ મંત્રી એસ જયશંકર મોસ્કો ગયા હતા. તેમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પુતિનને પણ મળ્યા હતા. ત્યારબાદ પુતિને પીએમ મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યુ અને કહ્યું કે આનાથી અમને તમામ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને દ્વિપક્ષીય સંબંધો પર વાત કરવાની તક મળશે.
પુતિને એ વખતે જયશંકરને કહ્યું કે, અમે અમારા મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જોઈને ખુશ થઈશું. અમે તમામ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરી શકીશું. રશિયન-ભારત સંબંધો વિશે વિગતવાર વાત કરી શકશે. બંને દેશો માટે ઘણું કામ કરવાનું છે. પુતિને બંને દેશો વચ્ચે વેપાર અને વેપાર વધારવાની વાત કરી હતી.