Western Times News

Gujarati News

પોલીસકર્મીએ દુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી પીડિતાને જ પીંખી નાખી

૧૭ વર્ષની બળાત્કાર પીડિતા પર કથિત રીતે બળાત્કાર કરવાના આરોપમાં એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

બેંગ્લુરુ,  જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો જનતાને ન્યાય ક્યાંથી મળશે? આ સવાલ એટલે ઉઠી રહ્યો છે કારણ કે પોલીસમાં ફરિયાદ કરવા આવેલી સગીર યુવતી સાથે બળાત્કારની ઘટના બની છે અને બળાત્કારના આરોપમાં પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર બી દયાનંદે કહ્યું, ૧૭ વર્ષની બળાત્કાર પીડિતા પર કથિત રીતે બળાત્કાર કરવાના આરોપમાં એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પીડિતા ફરિયાદ કરવા આવી હતી અને તેને મદદ મળવાના બદલે તેની સાથે બળાત્કાર થયો. બોમનહલ્લી પોલીસે એક કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.

બોમ્મનહલ્લી પીએસમાં કામ કરતા કોન્સ્ટેબલ અરુણ અને પીડિતાના મિત્ર વિકીની પોલીસે ધરપકડ કરી હતી. પીડિતાની માતાએ બોમનહલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. MICO લેઆઉટ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ POSCO અને BNS એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

સગીર પીડિતા બોમ્મનહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. પીડિતાની વિક્કી નામના એક વ્યક્તિના પરિચયમાં આવી હતી, જે તેનો પાડોશી હતો. આ પછી આરોપી વિક્કીએ સગીર સાથે લગ્નનું વચન આપીને તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી.

આ ઘટના બાદ સગીર પીડિતાએ તેની માતાને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ માતાએ બોમ્મનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોન્સ્ટેબલ અરુણે પીડિતા સાથે મિત્રતા કરી અને તેને ન્યાય અને નોકરી અપાવવાના બહાને તેના પર બળાત્કાર ગુજાર્યો.

પીડિતા પર બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી કોન્સ્ટેબલ અરુણે તેને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જાણ કરી છે તો મારી પાસે તારા વીડિયો છે અને હું તેને ઈન્ટરનેટ પર અપલોડ કરી દઈશ. હાલ આરોપી કોન્સ્ટેબલ અને પાડોશી વિક્કીની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.