પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાને કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ, અમદાવાદમાં પોલીસમેને પોતાના પરિવાર સાથે કરેલા આપઘાતનો બનાવ હજુ તાજાે જ છે ત્યારે રાજકોટ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવનારા પ્રકાશ પારધી નામના જવાને આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો.
ત્યારબાદ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
હાલ ઇમર્જન્સી વોર્ડ ખાતે તેની સારવાર પણ ચાલી રહી છે. સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે, પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્નીએ બે મહિના જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો.
ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ-પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી.
સંભવત તેણે પોતાની પૂર્વ પત્ની જાેડે વાતચીત કરી હોઈ શકે છે. પ્રકાશના ભાનમાં આવ્યા બાદ થોરાળા પોલીસ દ્વારા તેનું નિવેદન પણ નોંધવામાં આવશે. જે બાદ સ્પષ્ટ થશે કે આખરે શા માટે પ્રકાશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો?
અમદાવાદમાં પોલીસ જવાને સહ-પરિવાર આપઘાત કર્યા બાદ બાદ રાજકોટમાં પણ પોલીસ જવાને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ વિભાગમાં એક ચર્ચાનું વમણ ઊભું થયું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પોલીસ જવાને સહપરિવાર આપઘાત કર્યો તે પૂર્વેમાં પોતાના સ્નેહીજનોને એક મેસેજ પણ કર્યો હતો.
જે મેસેજના અંતિમ વાક્યોમાં તેણે લખ્યું હતું કે, ‘મારી અંતિમ ઈચ્છા છે કે પોલીસને ગ્રેડ પે મળે. ગત સાતમની સપ્ટેમ્બરના રોજ શહેરના ગોતા વિસ્તારમાં પોલીસકર્મીએ પરિવારે સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.