Western Times News

Gujarati News

છોકરી સાથે દુષ્કર્મ આચરનારા ૩ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા

જૂનાગઢ, જૂનાગઢમાં એક સગીર યુવતી પર છ માસ સુધી અનેકવાર સામુહિક બળાત્કાર કરનારા ૩ નરાધમોની પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીમાં ૨૫થી ૩૧ વર્ષની ઉંમરના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ભોગ બનનાર બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે વડાલ અને માખીયાળાના ૩ શખસોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૬ મહિનાથી યસ દુધાત્રા અને તેના બે મિત્રો માખિયાળાનો કેયુર વાગડિયા અને વડાલ ગામનો દિવ્યેશ ગજેરા કિશોરી સાથે સામુહિક દુષ્કકર્મ આચરતા હતા. દરમિયાન બાળકીએ સમગ્ર મામલે પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

જેથી પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે સફળતા મળી ગઈ. તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સૌપ્રથમ યસ દુધાત્રાએ બાળકીને રાતના સમયે ઘરની પાછળ અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મનો શિકાર બનાવી હતી.

ત્યારબાદ યસના બે મિત્ર કેયુર અને દિવ્યેશે બાળકીને અલગ-અલગ પ્રકારથી ધમકીઓ આપીને હવસ સંતોષી હતી. દરમિયાન કિશોરીએ સ્કૂલ જવાનું બંધ કરી દેતા પિતા તેને જવા માટે કહેતા હતા. પરંતુ તે એક વાત કહેતી કે મારવી હોય તો મારી નાખો પરંતુ સ્કૂલ તો નહીં જાઉં.

એક દિવસ પિતાએ કારણ પૂછતા દીકરીએ સમગ્ર હકીકત જણાવી અને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. દીકરીએ પિતાને જણાવ્યા અનુસાર ત્રણેય નરાધમો અનેક વખત દુષ્કર્મ આચર્યું. સ્કૂલે આવતા-જતા કે રિસેસમાં ગમે ત્યારે રોકતા અને હથિયાર બતાવીને પીંખી નાખતા. પિતાને સમગ્ર વાતની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.