રખોલી વિસ્તારમાં ગંદકી ફેલાવનારોના રહેઠાણના પાવર કટ કરવામાં આવ્યા
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી,સેલવાસ ના રખોલીમાં હવે “સ્વચ્છતા નહીં રાખનાર” ચાલીઓના માલિકો અને હાઉસિંગ સોસાયટીઓની ખૈર નથી. સ્વચ્છતા રાખો-સાફ-સફાઈ રાખો કહી- કહીને કંટાળીને રખોલી ગ્રામ પંચાયતે હવે અસ્વચ્છતા કે ગંદકી ફેલાવનારાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. એની શરૂઆત અસ્વચ્છતાવાળી ચાલિઓના વીજ જાેડાણ કાપવાનું શરૂ કરવામાં આવેલ છે. સી. ઈ.ઓ ડૉ.અપૂર્વ શર્મા સાહેબ, વિકાસ અને આયોજન અધિકા૨ી મિથુન રાણા તથા આસિસ્ટન્ટ મિતેશ પાઠકજીનાં માર્ગદર્શનમાં રખોલી ગ્રામ પંચાયતનાં સેક્રેટરી નરોત્તમભાઈ સોલંકીએ “સ્વચ્છતા નહીં રાખનાર બે ચાલિઓના વીજ જાેડાણ કાપવામાં આવ્યા છે .
રખોલી પંચાયતનાં સેક્રેટરી નરોત્તમભાઈ સોલંકી , પંચાયત સભ્ય શીલાબેન પ્રભુભાઈ કોહકેરિયા અને પંચાયત સ્ટાફ તથા ટોરેન્ટો પાવર કંપનીનાં કર્મચારીઓ સાથે રખોલી ખાડીપાડા પહોંચીને નૂર મોહમ્મદ અબુ મૈં બકર વોરાની ચાલ અને રખોલી “ પટેલપાડા જઈને ત્યાં ફૂલારામ ભીમારાજી ચૌધરીની ચાલના વીજ જાેડાણને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યું હતું .
પંચાયત સેક્રેટરી નરોત્તમભાઈએ જણાવ્યું હતું કે ઉપરોક્ત બન્ને ચાલીયોનાં “ માલિકોને ચાલીયોમાં સાફ-સફાઈ ? રાખવા અને વારંવાર દંડ કરવા છતાં ચોલ માલિકો દ્વારા સ્વચ્છતા ના રાખતા નિર્દેશોનું પાલન ના કરતા કાયદાનું ઉલ્લંઘન કરવાના કારણે એમને સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપ-રૂલ્સ ૧૫ ૨૦૨૨ અંતર્ગત ઉક્ત બન્ને ચાલીયો એક રૂમનાં પાવર કનેક્શનને ડિસ્કનેક્ટ “ કરવું પડયું.
લોકોનાં આરોગ્ય માટે સ્વચ્છતા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ચૉલ હોય, હાઉસિંગ ” સોસાયટી હોય કે લારીઓ હોય, દુકાનો હોય અથવા હાટ બજાર હોય સ્વચ્છતા – તો બધાને રાખવી પડશે. લોકોએ હવે સમઝવાની જરૂર છે કે સ્વચ્છતા રાખવાથી રોગચાળોથી બચી શકાય છે. લોકો જાે સફાઈ પ્રત્યે પોતે જાગૃત થઈ જાય તો પંચાયતને પગલાં લેવાની જરૂર જ નહીં પડે. રખોલી પંચાયત સેક્રેટરીએ જણાવ્યું કે જયાં સુધી લોકો સ્વચ્છતાને લઈ સુધરશે નહીં ત્યાં સુધી પંચાયતની કડક – કાર્ય વાહી હંમેશાં ચાલુ રહેશે.