Western Times News

Gujarati News

પ્રેગનન્ટ દિપીકા પતિ રણવીર સાથે મસ્ત સ્ટાઇલમાં રમી દાંડિયા

મુંબઈ, ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ અને હોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ જામનગર પહોંચ્યા છે. ૧ માર્ચથી ૩ માર્ચ સુધી ચાલનારા આ પ્રી વેડિંગ સેલિબ્રેશનની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે.

જો કે આ વચ્ચે પ્રેગનન્ટ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં જલદી માતા-પિતા બનનારા દીપિકા અને રણવીર પ્રી વેડિંગ પાર્ટીમાં દાંડિયા રમતા જોવા મળ્યા.

દીપિકાએ આ પહેલાં તો ઇવનિંગ માટે ગોલ્ડન અને બ્લેક રંગના લહેંગા ચોલીમાં સ્ટેજ પરફોર્મ કર્યુ હતુ અને પછી ગરબા માટે ઢીલા પેન્ટની સાથે બેઝ અનારકલી ડ્રેસ સાથે દુપટ્ટો કેરી કર્યો છે. આ ઇવેન્ટમાં રણવીરએ શેરવાની પહેરી હતી. એક બીજા વિડીયોમાં દીપિકા અને રણવીર જોરદાર અંદાજમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા.

દીપિકા હાલમાં પ્રેગનન્ટ છે અને સેકેન્ડ ટ્રિમિસ્ટરમાં છે. આ માટે પતિ સાથે વઘારે ઉછળ-કૂદ ના કરી અને એક જગ્યા પર ધીરે-ધીરે ડાન્સ કરતી જોવા મળી. જ્યારે રણવીર જોરદાર જોશમાં જોવા મળ્યા. અનેક લોકોએ આ ડાન્સ પર કોમેન્ટ કરી છે કે રામ લીલાનું ગીત યાદ આવી ગયું.

જો કે હવે સંજય દત્ત પણ જામનગર પહોંચી ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ કાર્યક્રમની શોભા વધારવા માટે જામનગર પહોંચ્યા છે. સંજય દત્ત જ્યારે જામનગર પહોંચ્યા ત્યારે કેમેરામેને એમને ઘેરી લીધા. વાત સંજય બાબાના લુકની કરીએ તો આ ખાસ દિવસે લાઇટ પિંક કલરનો શોર્ટ કુર્તો અને બ્રાઉન કલરનું કાર્ગો પેન્ટ પહેર્યુ છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સંજય દત્તે બ્લેક ચશ્મા પહેર્યા છે.

૧ માર્ચથી ગુજરાતના જામનગરમાં કપલની પ્રી વેડિંગની શરૂઆત થઇ જેમાં બોલિવૂડના અનેક મોટા સિતારાઓએ પોતાનું પરફોર્મ કરીને લોકોને ખુશ કરી દીધા. પ્રી-વેડિંગ સેરેમનીના બીજા દિવસે મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી સાથે મસ્ત ડાન્સ કર્યો.

આ દરમિયાન એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી રાજ કપૂરના આઇકોનિક સોન્ગ ‘પ્યાર હુઆ ઇકરાર હુઆપ’ પર મસ્ત અંદાજમાં ડાન્સ કર્યો. આ દરમિયાન મુકેશ અંબાણીએ કુર્તા પાયજામામાં જોવા મળ્યા. આ સાથે નીતા અંબાણી ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.