Western Times News

Gujarati News

સંજય દત્તની જામનગરમાં ધમાકેદાર એન્ટ્રી થઈ

મુંબઈ, ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે. બોલિવૂડ અને હોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ જામનગર પહોંચ્યા છે.

આ બધાની વચ્ચે આ ખાસ સમારોહમાં શામેલ થવા માટે જામનગર પહોંચી ગયા છે. ૧ માર્ચથી ૩ માર્ચ સુધી ચાલનારા આ પ્રી વેડિંગ સેલિબ્રેશનની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ સિતારાઓની તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે.

જો કે હવે સંજય દત્ત પણ જામનગર પહોંચી ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ કાર્યક્રમની શોભા વધારવા માટે જામનગર પહોંચ્યા છે. ત્રણ દિવસ ચાલનારા આ ફંક્શનના સેલિબ્રેશનમાં શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ સહિત ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ શામેલ થઇ છે.

સંજય દત્ત હવે જામનગર પહોંચી ચુક્યા છે. જામનગર પહોંચતાની સાથે એક્ટર કેમેરામાં કેદ થઇ ગયા છે. આ સાથે પેપરાઝી સાથે હાથ મિલાવીને ધન્યવાદ કહ્યું. સંજય દત્ત જ્યારે જામનગર પહોંચ્યા ત્યારે કેમેરામેને એમને ઘેરી લીધા. વાત સંજય બાબાના લુકની કરીએ તો આ ખાસ દિવસે લાઇટ પિંક કલરનો શોર્ટ કુર્તો અને બ્રાઉન કલરનું કાર્ગો પેન્ટ પહેર્યુ છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે સંજય દત્તે બ્લેક ચશ્મા પહેર્યા છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.