Western Times News

Gujarati News

અક્ષય કુમારે પ્રી-વેડિંગમાં કૂદી-કૂદીને ગીત ગાયું

મુંબઈ, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ વર્ષે જુલાઈ મહિનામાં થવા જઈ રહ્યા છે. આ પહેલા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં ૧લી થી ૩જી માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવુડથી લઈને હોલીવુડ સુધીની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. બોલિવુડના તમામ મોટા સ્ટાર્સ જામનગરમાં ભેગા થયા હતા.

સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાનથી લઈને રણવીર સિંહ દીપિકા પાદુકોણ સુધીના તમામ સ્ટાર્સે પરફોર્મન્સ આપ્યું હતું. આમાં અક્ષય કુમાર પણ સામેલ હતો. તેને પ્રી-વેડિંગમાં ‘ગુડ નાલ ઈશ્ક મીઠા’ ગીત ગાયું હતું.

અક્ષય કુમારના ગીત પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર હાથમાં માઈક લઈને ગીત ગાઈને દરેકની પાસે જઈ રહ્યો છે. આ પછી તે સ્ટેજ પર આવે છે અને આનંદથી નાચતા ગીત ગાય છે.

વીડિયોમાં અક્ષય કુમાર ફુલ એનર્જી સાથે પરફોર્મ કરતો જોવા મળ્યો. તેના પરફોર્મન્સ દરમિયાન રણવીર સિંહ તેને ગળે લગાવે છે. સામે બેઠેલા મહેમાનો પણ તેના ગીતને ખૂબ એન્જોય કરતાં જોવા મળ્યા. અક્ષય કુમારની સાથે અન્ય મહેમાનો પણ ગીત ગાય રહ્યા હતા.

અક્ષય કુમારના દમદાર પરફોર્મન્સનો અંત થતા જ જોરથી તાળીઓનો ગડગડાટ શરૂ થાય છે. મુકેશ અંબાણીએ તો અક્ષય કુમારને ગળે લગાવ્યો. આ સાથે નીતા અંબાણીએ ઉભા થઈને તાળીઓ પાડીને અક્ષય કુમારના વખાણ કર્યા હતા.

પ્રી-વેડિંગમાં સલમાન ખાને ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ સાથે જ ટૂંક સમયમાં માતા-પિતા બનનાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ દાંડિયા રમતું જોવા મળી રહ્યું છે.

આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં આંતરરાષ્ટ્રીય મહેમાનોએ પણ ભાગ લીધો હતો. તેમાં રિહાના, માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્‌સ સહિત ઘણી ફેમસ પર્સનાલિટી પણ જોવા મળી હતી. રિહાનાએ પોતાનું ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.