PM મોદીએ વારાણસી ખાતેથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG
— ANI (@ANI) May 14, 2024
વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધનના નેતાઓ હાજર હતા. Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024
NDA ગઠબંધનના નેતાઓની આજે યોજાનારી મિટીંગમાં યુપીના યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ સહિત એનડીએના નેતાઓ ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા વારાણસીની એક હોટલમાં પહોંચ્યા છે.
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે.
Prime Minister and senior BJP leader Narendra Modi files his nomination from #Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024.#PollsWithAkashvani #LokSabhaElection2024 #GeneralElections2024 pic.twitter.com/ICTW32Jcja
— All India Radio News (@airnewsalerts) May 14, 2024
સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા – આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા.
પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કર્યુ હતું. તેમની સાથે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત NDAમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા.
LJP-રામ વિલાસના ચીફ, ચિરાગ પાસવાન કહે છે, “NDAની આ એકતાના કારણે અમને આખા દેશમાં ફાયદો થઈ રહ્યો છે. આજે પીએમ મોદીના તમામ સમર્થકો ઉમેદવારી નોંધાવવા માટે તેમની સાથે છે. વિપક્ષ પાસે આ પ્રકારનો અભાવ છે. એકતાની અમારી તાકાત અમારી એકતા છે… વિરોધ પક્ષોમાં વિરોધાભાસ છે. INDI ગઠબંધનમાં એકતાનો અભાવ છે…”