લોસ એન્જલસ સ્થિત ઘરે પરત ફરી પ્રિયંકા ચોપરા

મુંબઈ, આશરે અઠવાડિયાના સ્વદેશ પ્રવાસ બાદ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અમેરિકાના લોસ એન્જલસ સ્થિત પોતાના ઘરે પરત ફરી છે. પોતાની હેર કેર બ્રાન્ડ અને યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવાના હેતુસર તે પહેલી નવેમ્બરે ભારત આવી હતી.
સોમવારે તેણે લખનઉની મુલાકાત લીધી હતી અને યુનિસેફ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ કેટલાક યુનિસેફના કેન્દ્રોની મુલાકાતના વીડિયો અને તસવીરો શેર કરી હતી. તેણે લખનઉમાં આવેલી કોમ્પોસિટ સ્કૂલની મુલાકાત લીધી હતી.
અહીંયા તે નાના છોકરાઓ અને છોકરીઓને મળી હતી. આ સિવાય તે લાલપુરમાં આવેલી આંગણવાડીમાં પણ પહોંચી હતી. લખનઉની મુલાકાત દરમિયાન, પ્રિયંકા ચોપરાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશની સરકારે મહિલાઓ પ્રત્યે જવાબદારીભર્યું વલણ અને રાજ્યમાં મહિલાઓની સ્થિતિમાં સુધારણા માટે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા.
તેણે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસની મુલાકાત દરમિયાન, મેં અહીંયા મોટો ફેરફાર જાેયો. હકીકતમાં, ઉત્તર પ્રદેશને આ સુધારાની જરૂર હતી’. પ્રિયંકા ચોપરાએ રાજ્યમાં મહિલાઓ સામે થતાં અત્યારચારમાં આવેલા સકારાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેણે કહ્યું હતું કે ‘મને અહીં આશા જ્યોતિ સેન્ટર’ની મુલાકાત લેવાની તક મળી હતી. અહીં મેં ઘરેલુ હિંસાથી પીડિત કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી હતી’.
એક્ટ્રેસે બાળકોના શિક્ષણ માટે ચલાવવામાં આવેલી સ્કીમો તેમજ કોરોના દરમિયાન અનાથ બાળકો માટે કરેલી કામગીરીના પણ વખાણ કર્યા હતા. આ સાથે પ્રિયંકાએ યોજનાઓને જરૂરિયાતમંદ લોકો સુધી લઈ જવા અને તેમને જાગૃત કરવા માટે પણ અપીલ કરી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સીરિઝ સિટાડેલમાં જાેવા મળવાની છે.
આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મથી બોલિવુડમાં પણ કમબેક કરવાની છે. તે જી લે ઝરામાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.SS1MS