મેટ ગાલામાં પ્રિયંકા ચોપરાએ પહેર્યો 11 કેરેટ ડાયમંડનો નેકલેસ
મુંબઈ, ન્યૂયોર્ક શહેરમાં પહેલી મેથી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઈવેન્ટમાંથી ગણાતા એક મેટ ગાલા ૨૦૨૩ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં બોલિવુડ એક્ટ્રેસિસે પણ ભાગ લીધો છે, જેમાંથી એક પ્રિયંકા ચોપરા છે. એક્ટ્રેસે ઈવેન્ટના પહેલા જ દિવસે પતિ નિક જાેનસ સાથે રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. Priyanka Chopra wore an 11 carat diamond necklace at the Met Gala
આ વખતની થીમ ‘કાર્લ લેગરફેલ્ડઃ એ લાઈન ઓફ બ્યૂટી’ છે, ત્યારે કપલે દિવંગત ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને શ્રદ્ધાંજલિ આપતાં તેમના ફેવરિટ બ્લેક કલરના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. પ્રિયંકા અને નિક તેમની દીકરી માલતી મેરી તેમજ પાલતુ શ્વાન ડાયેનાને પણ સાથે લઈ ગયા છે.
ઈવેન્ટ દરમિયાનની બંનેની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર રેડ કાર્પેટ પર ચાલતા પહેલાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક કલરના થાઈ હાઈ સ્લિટ અને ઓફ શોલ્ડર ગાઉનમાં ગજબની સુંદર લાગી રહી છે. આ સાથે તેણે ડાયમંડની જ્વેલરી પહેરી છે, વાળ બાંધીને રાખ્યા છે તેમજ હાઈ હીલ્સ પહેરીને લૂકને પૂરો કર્યો છે.
આ પોસ્ટમાંથી એક તસવીરમાં તે પતિ નિક જાેનસ સાથે દેખાઈ રહી છે. કેપ્શનમાં લખ્યું છે ‘મેનો પહેલો સોમવાર’. એક્ટ્રેસનો આ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો છે અને તેઓ તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સે રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે તો કેટલાકે તેને ‘ગોડેસ’ ગણાવી છે. નિક જાેનસે પણ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની ‘ફેવરિટ ગર્લ્સ’ સાથે પોઝ આપતો દેખાયો.
પહેલી તસવીરમાં પ્રિયંકા અને તે એકબીજામાં ખોવાયેલા છે જ્યારે બીજી તસવીરમાં અમેરિકન સિંગરે માલતીને તેડી છે, જે તેની ટાઈ સાથે રમી રહી છે. આ સાથે લખ્યું છે ‘પ્રી મેટ વિશ માય ગર્લ્સ. પ્રિયંકા અને નિકનો ઈવેન્ટ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને એકબીજાનો હાથ પકડીને સીડી ચડી રહ્યા હોય છે ત્યારે ફોટોગ્રાફર્સ તેના નામની બૂમ પાડવા લાગે છે. તો નિક પણ એક સપોર્ટિંગ પતિ તરીકે ત્યાંથી સહેજ આગળ ખસી જાય છે અને તેને આરામથી પોઝ આપવા દે છે. આ વીડિયો જાેઈ ફેન્સ તેમને ‘કિંગ’ અને ‘ક્વીન’ કહી રહ્યા છે.
— PRIYANKA (@priyankachopra) May 2, 2023
પ્રિયંકા ચોપરાના લૂકમાં જાે કોઈ વસ્તુ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહી હોય તો તે હતો તેનો હીરાજડિત નેકલેસ. તેણે ૧૧.૬ કેરેટ ડાયમંડનો નેકલેસ પહેર્યો હતો, જે બુલગારીનો હતો. જાે વહેતી થયેલી ખબરોનું માનીએ તો આ નેકલેસની કિંમત કરોડો નહીં પરંતુ અરબોમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે આ નેકલેસ અધધધ… ૨૦૪ કરોડ રૂપિયાનો છે. જેની મેટ ગાલાની પૂર્ણાહૂતિ બાદ હરાજી કરવામાં આવશે.SS1MS