મોટેરામાં આઈપીએલ પર સટ્ટો લેતાં બૂકીઓની તપાસમાં મોટા બૂકીઓની લિન્કનો પર્દાફાશ
અમદાવાદ, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે મોટેરામાંથી ૩ બૂકીને આઈપીએલ પર સટ્ટો રમાડતા ઝડપી લીધા છે. તેમણે ઓનલાઇ સટ્ટા માટે આઈડી પાસવર્ડ કોની પાસેથી લીધો હતો તેની તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં મોટા બૂકીઓ સુધી તેની લીંક જોડાયેલી હોવાનું સામે આવી રહ્યું છે. તેના છેડા વિદેશમા બેઠેલા કયા બૂકી સુધી પહોંચે છે તે તો તપાસમાં જ સામે આવશે. વિદેશમાં બેઠેલા બૂકીઓ કરોડોનો સટ્ટો રમાડવા માટે પણ ગુજરાતથી લવાયેલા સીમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
એટલે આ ત્રણ બૂકીઓ જે મોટા બૂકીઓ પાસે સટ્ટો કપાવતા હતા તેની વિગતે તપાસ કરવામાં આવે તો ઘણા મોટા ખૂલાસા થાય તેમ છે. અમદાવાદ પોલીસે સટ્ટો રમાડતા બૂકીઓ ઝડપી લીધા છે.
આણંદ પોલીસે સટ્ટો રમાડવા માટે વિદેશમાં બેઠેલા બૂકીઓ ગુજરાતથી જે રીતે રીતે વોટસએપ ઓન કરીને સીમ મગાવતા હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે. દુબઇ તથા અખાતી દેશોમાં સટ્ટા માટે વોટએપ કોલીંગ ગેરકાયદે છે અને બૂકીઓ સટ્ટાના સોદા માટે વોટસએપનો જ ઉપયોગ કરતા હોય છે. આવા ૧૨૮ સીમના જથ્થા સાથે એક સપ્લાયરને આણંદ પોલીસે ઝડપી લીધો છે.
ગત વર્ષે આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા એક યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પાનના ગલ્લા પરથી ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસ કરીને તેને જવા દેવાના બદલે અધિકારીઓ તેના સિનિયર બૂકીની વિગતો મેળવી અને આખા નેટવર્કનો પર્દાફાશ કરતાં જાણવા મળ્યું કે, આ બૂકીઓએ ચોક્કસ બેંકમાં એકાઉન્ટ ખોલાવી ચોક્કસ સમયગાળા દરમિયાના વિદેશમાં ૧૪૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત હવાલાથી જે મોકલ્યા તે અલગ, જોકે આ તપાસ પણ દુબઇના મોટા બૂકીઓના નામ સુધી પહોંચીને અટકી ગઇ છે. માધુપુરામાંની એક ઓફિસમાં ટીમે દરોડા પાડીને કરોડો રૂપિયાના હવાલા, સટ્ટા, તથા ઓનલાઇન જુગારનો પર્દાફાશ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જ ચોક્કસ લોકોએ બે હજાર કરોડનો સટ્ટો રમાડી તેના હવાલા વિદેશમાં પાડ્યા હોવાનું સામે આવ્યું હતું. આખા પ્રકરણની તપાસમાં તો કૌભાંડનો આંકડો ૧૮ હજાર કરોડ સુધી પહોંચ્યો હતો.SS1MS