PSI બનાવવાની લાલચ આપી યુવતિ સાથે દુષ્કર્મ ગુજાર્યું
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં રાજકોટ અને વડોદરામાં પણ દુષ્કર્મની ગંભીર ફરિયાદો નોંધાઈ છે જેમાં વડોદરાના આરોપીઓ હજુ સુધી ઝડપાયા નથી આ દરમિયાનમાં રાજયના રાજકોટમાં દુષ્કર્મની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે
જેમાં આરોપીએ પોતાનુ નામ બદલી યુવતિ સાથે મિત્રતા કેળવી પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.ર લાખ પડાવવા ઉપરાંત તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું આ અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ સતર્ક બની ગયા છે. આ અંગેની વિગત એવી છે કે દેશભરમાં દુષ્કર્મના કેસને લઈને ભારે ઉહાપોહ મચેલો છે.
ગુજરાતમાં પણ આવા ગંભીર કિસ્સાઓ નોંધાયા છે જેમાં રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ઝડપી લેવામાં આવ્યો છે જયારે વડોદરાના કિસ્સામાં હજુ આરોપીઓ ઝડપાયા નથી. આ અંગેની તપાસ ચાલુ છે ત્યાંજ રાજયમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં રહેતી યુવતિને પીએસઆઈ બનાવી દેવાની લાલચ આપી એક યુવકે મિત્રતા કેળવી હતી
આ યુવકે નામ બદલી મિત્રતા કેળવી હતી આ ઉપરાંત ફોટા પણ પાડયા હતાં થોડો સમય જતાં જ આ નરાધમ શખ્સે યુવતિને બ્લેકમેઈલ કરવાની શરૂઆત કરી હતી અને દુષ્કર્મ ગુજારી રૂપિયા ર લાખ પણ પડાવી લીધા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.