Western Times News

Gujarati News

મણિપુરથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શરુ

નવી દિલ્હી, રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ન્યાય યાત્રા મણિપુરથી શરુ થઈ ગઈ છે. તેના માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ ઈમ્ફાલમાં પહોંચી ગયા છે.

કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત ફુલોથી કર્યું હતું. આ યાત્રાને આગામી ૨૦૨૪ની સંસદીય ચૂંટણી માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવા માટે કોંગ્રેસની આ અંતિમ હથિયાર માનવામાં આવે છે. પાર્ટીએ વધારેમાં વધારે લોકોને આ યાત્ર સાથે જોડાવાની અપીલ કરી છે. આ યાત્રા ૬૫૦૦ કિમી સુધી ૧૫ રાજ્યોની લગભગ ૧૦૦ લોકસભા સીટ કવર કરશે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી રવિવારથી ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરુ કર્યો છે. બીજા તબક્કાની યાત્રાને કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા નામ આપ્યું છે.

જો કે, આ યાત્ર નિશ્ચિત સમયે શરુ થઈ શકી નહોતી. ઈમ્ફાલમાં ભારત જોડો ન્યાય યાત્રા શરુ થવામાં મોડુ થવાને લઈને રાહુલ ગાંધીએ માફી માગતા કહ્યું કે, દિલ્હીમાં હવામાન ખરાબ હોવાના કારમે અમારી ફ્લાઈટ મોડી પડી. તેના માટે માફી માગું છું.

મણિપુર હિંસા બાદ પીએમ મોદી આ રાજ્યમાં નહીં આવવાની ટિકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીને મણિપુરનું દુઃખ દેખાતું નથી. કોંગ્રેસ પાર્ટી આ યાત્રા દ્વારા લોકસભા ચૂંટણીમાં બેરોજગારી, મોંઘવારી અને સામાજિક ન્યાયા સાથે જોડાયેલા મુદ્દા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે.

આજથી શરુ થતી આ યાત્રા માર્ચના ત્રીજા અઠવાડીયામાં મુંબઈ પહોંચશે, જ્યાં તેનું સમાપન થશે. આ યાત્રા ૬૭ દિવસમાં ૧૫ રાજ્યો અને ૧૧૦ જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધીની આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.