રાજામૌલીને પદ્મ એવોર્ડીની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો
મુંબઈ, એસએસ રાજામૌલીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે કારણ કે પદ્મશ્રી એવોર્ડીઝનો શુભેચ્છા આપતી પોતાની પોસ્ટમાં તેણે ‘તેલુગુ પીપલ’ શબ્દપ્રયોગ કર્યાે હતો.
દર વર્ષની જેમ ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશભરના દરેક રાજ્યના હસ્તીઓને પદ્મશ્રી, પદ્મભુષણ અને પદ્મવિભુષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાત બાદ એસએસ રાજામૌલીએ પોતાના એક્સ અકાઉન્ટ પર લખ્યું,“આ વખતે તેલુગુ લોકોને ૭ પદ્મ એવોડ્ર્ઝ.. ”તેમણે લખ્યું,“પદ્મભુષણ એવોર્ડ માટે નંદમુરારી બાલાક્રિશ્ના ગારુને પદ્મભુષણ એવોર્ડથી સન્માનિત થવા બદલ હેર્દિક શુભેચ્છાઓ! ભારતીય સિનેમામાં તમારી સફર ખરેખર અદ્દભુત રહી છે..”“તે ઉપરાંત, તેલુગુ અને અન્ય માનનીય ભારતીય પદ્મ અવોર્ડીને અભિનંદન..”
અન્ય એક કમેન્ટમાં એસએસ રાજામૌલીએ લખ્યું,“ખરેખર યોગ્ય સન્માન..શેખર કપુર સરને પદ્મભુષણ એવોર્ડ બદલ ખુબ હાર્દિક શુભકામનાઓ. તમારા અમુલ્ય પ્રાદનથી ભારતીય સિનેમામાં તમે એક નોંધપાત્ર છાપ છોડી છે અને તમારું કામ આજે પણ પેઢીઓને પ્રેરિત કરે છે.”
જ્યારે અજીતને શુભેચ્છાઓ આપતા તેમણે લખ્યું,“અજીત સર, અજીત સર પદ્મભુષણ મેળવવા બદલ આપને ખુબ અભિનંદન! તમે ઓન અને ઓફ સ્ક્રીન જે અસર બનાવી છે તે ખરેખર પ્રેરણાત્મક છે.”રાજામૌલીની આ પોસ્ટ તો બરાબર છે, પણ તેની શરૂઆતમાં તેમણે લખેલું ‘તેલુગુ પીપલ’ લોકોને ગળે ઉતર્યું નહીં.
કોઈએ લખ્યું કે તેલુગુ લોકો અને અન્ય ભારતીયો વચ્ચે ભેદભાવ શું કામ? તેલુગુ લોકો ભારતનો ભાગ નથી?તો કોઈ બીજા યૂઝરે લખ્યું,“દંભીપણાની ચરમ સીમા. આ તેલુગુ લોકોને ભારતનો ભાગ ગણતો નથી. પરંતુ પૈસા કમાવવા એ પૅન ઇન્ડિયા ફિલ્મો બનાવે છે.”
તો કોઈએ તેલુગુ અને ભારત વચ્ચે બેદભાવ છોડીને બધાને એક ગણાવ્યા હતા. તો કોઈએ કહ્યું હતું,“નોર્થ અને સાઉથ કોઈ રાજકીય મુદ્દો છે જ નહીં, પરંતુ તમારા જેવા કેટલાક લોકોની વિચારધારા છે.ખબર નહીં ઉત્તર ભારતના લોકો તમારી ફિલ્મ કેમ જુએ છે. લોકોમાં આપણે ભારતીય છીએ એ કહેવાની હિંમત નથી.”SS1MS