રાજકોટ લોકસભાના BJPના ઉમેદવાર અંગે પ્રદેશ નેતાઓ દ્વારા સેન્સ લેવાઈ
નિરીક્ષકોએ ઉમેદવારો, સંગઠનના લોકો કોર્પોરેટરોને સાંભળ્યા
રાજકોટ, લોકસભાની ચુંટણીના નગારા વાગી રહયા છે. ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારો પસંદ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. રાજકોટમાં શહેરની લોકસભા બેઠક માટે ઉમેદવાર નકકી કરવા પ્રદેશ ભાજપના ત્રણ નિરીક્ષકો મયંકભાઈ ઠાકર કાનાજીભાઈ ઠાકોર તથા માલતીબેન મહેશ્વરીએ કમલમ ખાતે ઉમેદવારો સંગઠનના હોદેદારો કોર્પોરેટરોને સાંભળ્યા હતા.
મહત્વનું છે કે, ભાજપ દ્વારા ગઈકાલે નરેન્દ્રભાઈની મુલાકાત બાદ આજે અચાનક સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રની રાજકોટ જામનગર ભાવનગર તથા પોરબંદર બેઠક ઉપર નિરીક્ષકો દ્વારા આજ સવારથી ચુંટણી લડવા માંગતા દાવેદારોને સાંભળવામાં આવી રહયા છે.
રાજકોટની બેઠક માટે સાંસદ મયંકભાઈ નાયક કાનાભાઈ ઠાકોર, તથા માલતીબેન મહેશ્વરીને જવાબદારી સોપવામાં આવી છે. રાજકોટ બેઠક પર સતત બે ટર્મથી મોહનભાઈ કુંડારીયા સંસદ સભ્ય તરીકે પ્રતીનીધીત્વ કરી રહયા છે.
ભાજપ દ્વારા બેઠકની પરીસ્થિતી છેલ્લા પાંચ, વર્ષમાં કરેલ સમીકરણો વ્યવસ્થા, ચુંટણી જીતવા માટેના સામાજીક રાજકીય પરીબળો સહીતના મુદે પ્રદશે ભાજપ દ્વારા પાર્ટીના સીનીયર આગેવાને નીરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. જેઓ સોમ-મંગળ સુધીમાં બેઠકનો તાગ મેળવી આવતીકાલ સાંજે સમગ્ર રીપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં રજુ કરનાર રછે.
રાજકોટની બેઠક માટે સૌ પ્રથમ મોરબી જીલ્લા ભાજપના સંગઠનકારો, ત્યારબાદ રાજકોટ શહેર સંગઠન અને કોર્પોરેટરોને નિરીક્ષકોએ સાંભળ્યા હતા. અંતમાં રાજકોટ જીલ્લાના સંગઠનના આગેવાનો, હોદેદારોએ ત્રણેય નીરીક્ષકો સમક્ષ ઉમેદવારોને લઈને પોતાની સેન્સ આપી હતી.
ભાજપમાં અંદરખાને થતી ચર્ચા મુજબ, હાલ રાજકોટ બેઠક માટે પાંચમી છ નામો ચાલી રહયા છે. થોડા સમય પહેલા ચાર રાજયોની વિધાનસભામાં જે રીતે અલગ નામો આવ્યા તેવી જ રીતે રાજકોટ લોકસભામાં પણ નવા ચહેરા મુકાઈ શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભા માટે હાલ ભાજપમાંથી મોહનભાઈ કુંડારીયા, વર્તમાન સાંસદ મૌલેશભાઈ ઉકાણી ઉધોગપતી કુંવરજીભાઈ બાવળીયા કેબીનેટ મંત્રી તેમજ ભરતભાઈ બોઘરા પ્રદેશ ઉપાધ્યક્ષ દીપીકાબેન સરડવા મહીલા પ્રદેશ પ્રમુખ અને સોનલબેન પટેલના નામો ચર્ચામાં છે.