ઘરેથી ભાગેલી છોકરીને રામાનંદ સાગરે આપી દીધો રોલ
મુંબઈ, ડાયરેક્ટર રામાનંદ સાગરની ૧૯૮૭માં રિલીઝ થયેલી સીરિયલે આખા દેશમાં ધૂમ મચાવી દીધી હતી. આ સીરિયલને લોકોને ખૂબ જ પ્રેમ આપ્યો. સીરિયલના કેરેક્ટર લોકોના દિલમાં વસી ગયા.
રામાયણનું એક પાત્ર એવું પણ હતું જેણે રામ અને રાવણના મહાયુદ્ધની શરૂઆત પણ કરી હતી. આ પાત્ર હતું શૂર્પણખાનું. આ પાત્રને એક્ટ્રેસ રેણુ ખાનોલકરે ભજવ્યું હતું. રેણુ ખાનોલકરે આ પાત્રને શાનદાર અંદાજમાં ભજવ્યું હતું. આ ઉપરાંત રેણુ ખાનોલકરને આ પાત્ર માટે અસલ જીવનમાં પણ ખૂબ જ નફરતનો સામનો કરવો પડ્યો હતો.
સ્ક્રીન પર રેણુની એક્ટિંગ એટલી રિયલ હતી કે તેને અસલ જીવનમાં પણ લોકો નફરત કરવા લાગ્યા હતાં. રેણુ ખાનોલકર જ્યારે ૨૦ વર્ષની હતી તો એક્ટ્રેસ બનવાનું સપનું જોયુ હતું. પરંતુ રેણુના પિતા તેની વિરુદ્ધ હતાં. તેમ છતાં રેણુ ખાનોલકર પોતાના સપના માટે થઇને માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં જ ઘરેથી ભાગીને મુંબઇ આવી ગઇ હતી. અહીં રેણુ ખાનોલકરે એક્ટિંગ ક્લાસ જોઇન કરી લીધા.
સાથે જ થિયેટર પણ કરવા લાગી. આ દરમિયાન જ્યારે એક પ્લેમાં રેણુ તેનું પાત્ર ભજવી રહી હતી, ત્યારે જ ત્યાં ઓડિયંસમાં બેઠેલા રામાનંદ સાગરે રેણુને પસંદ કરી લીધી. તે બાદ રેણુને રામાનંદ સાગરે પોતાના ઘરે ઓડિશન માટે બોલાવી.
એક ઇન્ટરવ્યુમાં રેણુએ જણાવ્યું, હું રામાનંદ સાગરના ઘરે ગઇ તો તેમણે મને રાક્ષસી હાસ્ય કરવા કહ્યું. મે સારી રીતે કર્યુ અને તેમણે મને શૂર્પણખાના પાત્ર માટે સિલેક્ટ કરી લીધી. તે બાદ અમે શુટિંગ શરૂ કરી દીધું. ગુજરાતના એક ગામડામાં અમારા સીન શૂટ થયા.
રેણુને આ પાત્રથી ઘણી ઓળખ મળી. રેણુએ રામાયણમાં શૂર્પણખાનું પાત્ર એટલા ભાવ સાથે ભજવ્યું હતું કે લોકો તેને અસલ જીવનમાં પણ વિલન સમજવા લાગ્યા.
રેણુએ તેને લઇને જણાવ્યું કે, લોકો અસલ જીવનમાં પણ તેને પસંદ કરતાં હતાં. પરંતુ આ સીરિયલે રેણુને ઘણી ઓળખ અપાવી અને તેની એક્ટિંગના દમ પર તેને ઘણી ફિલ્મો પણ મળી. પરંતુ થોડા જ વર્ષો બાદ રેણુએ એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું. રેણુ હવે રાજકારણની દુનિયામાં સક્રિય છે.SS1MS