રામદેવ નમકીનનાં રિટેલર્સને હોન્ડા એક્ટિવા જીતવાની અનન્ય તક!
અમદાવાદ, મસાલા ક્ષેત્રે ગુજરાતમાં નં.૧ રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લિ. હવે વેફર્સ, નમકીન ફ્રાયમ્સ વિગેરે 30થી વધુ સ્નેક્સ પ્રોડક્ટ્સ સાથે ગુજરાત તથા રાજસ્થાનમાં હરણફાળ ભરી રહેલ છે. કંપની ધ્વારા સોમવાર તા.૨૩ ડીસેમ્બરના રોજ હોટલ હયાત ,અમદાવાદમાં એક કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ગુજરાત તથા રાજસ્થાનનાં ૧૩૦ વિતરક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં કંપનીના ચેરમેન હસમુખ પટેલે રામદેવ ફૂડ પ્રોડક્ટસની ૧૯૬૫થી આજ સુધીની સફળ સફર અંગે પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેમણે વિતરકોને રામદેવ ફૂડ પ્રોડક્ટસના વિકાસમાં મહત્વના ભાગીદારો ગણી વિતરક મિત્રોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમને કંપની તરફથી સ્નેક્સના વેચાણ વૃદ્ધિ માટે જરૂરી તમામ સહિયારા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. એમણે શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે રામદેવ મસાલાના સફળ ઇતિહાસની જેમ રામદેવ સ્નેક્સનો પણ નવો ઈતિહાસ લખાશે.
કંપનીના માર્કેટીંગ મેનેજર અને નમકીન વેચાણના સુત્રધાર શ્રી કલ્પેશ દવેએ રામદેવ સ્નેક્સમાં નવાં ટાર્ગેટ હાંસલ કરવા રિટેલર મિત્રો માટે “ડબલ ધમાકા” (QPS) સ્કિમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સ્કિમ અંતર્ગત રિટેલર મિત્રોને ચાંદી, સોનું અને હોન્ડા એક્ટિવા વિગેરે અનેક ભેટ મેળવવાની તક છે. તેઓએ કંપની ધ્વારા ઉત્તરોત્તર આપવામાં આવતા સપોર્ટને કારણે રામદેવ સ્નેક્સ પ્રોડક્ટસનું વધતું પ્લેસમેન્ટ, રામદેવની નવી પ્રોડક્ટ્સ સાથે જોડાતા નવા અને ‘રામદેવ’ને વફાદાર ગ્રાહકો તથા વેચાણમાં થઇ રહેલ સતત અને મક્કમ પ્રગતિ અંગે પણ વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.
કલ્પેશ દવેએ રામદેવ સ્નેક્સ દ્વારા ગ્રાહકોને અપાતી ‘20% Extra’ ઓફરને મળી રહેલ પ્રોત્સાહક પ્રતિસાદની પણ વાત કરી હતી. કંપનીના ડિરેક્ટર પ્રદિપ પટેલે વિતરકોને વેચાણ વૃદ્ધિ માટે અત્યંત સુંદર અને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે મહેનત અને રોકાણનું સાહસ કરનાર વિતરકોને ‘રામદેવ’ બ્રાન્ડનો સપોર્ટ મળે તો અનેક ગણું સેલ પ્રાપ્ત કરી શકાય તેવી ઉજળી તકો પડેલી છે.
કંપની દ્વારા રિટેલર્સ માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2020ના ગાળા દરમ્યાન રૂ.5,000ના લઘુત્તમ સ્લેબથી રૂ.5 લાખના મહત્તમ સ્લેબના વેચાણ લક્ષ્યાંક પર આપવામાં આવનાર લાભની ચર્ચામાં અનુભવી વિતરકો મિત્રોએ ભાગ લીધો હતો અને કંપનીને લક્ષ્યાંકો પાર પડવાની ખાતરી આપી હતી.