રણબીરે ફ્રેન્ડ્સ-પરિવાર સાથે કર્યું મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશન

રણબીરની બર્થ ડે પાર્ટીમાં મમ્મી નીતૂ કપૂરથી માંડીને ફિલ્મમેકર કરણ જાેહર સુધીના પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા
આકાશ અંબાણી પત્ની સાથે આવ્યો પાર્ટીમા
મુંબઈ,બોલિવુડ એક્ટર રણબીર કપૂરનો ૨૮ સપ્ટેમ્બરે ૪૦મો જન્મદિવસ હતો. રણબીર કપૂરે પોતાના અંગત મિત્રો અને પરિવારજનો સાથે પોતાના બાંદ્રા સ્થિત ઘરે મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. રણબીર કપૂરની બર્થ ડે પાર્ટીમાં મમ્મી નીતૂ કપૂરથી માંડીને ફિલ્મમેકર કરણ જાેહર સુધીના પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા.
રણબીર કપૂરનો ખાસ ફ્રેન્ડ આકાશ અંબાણી પણ પત્ની શ્લોકા મહેતા સાથે પાર્ટીમાં ઉપસ્થિત રહ્યો હતો. રણબીર કપૂરના ઘરે પહોંચેલા સેલેબ્સની તસવીરો સામે આવી છે. આ ઉપરાંત સવારથી જ સોશિયલ મીડિયા પર ફેન્સ, મિત્રો અને પરિવારજનો રણબીરને બર્થ ડેની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સૌથી પહેલા નજર કરીએ કે, રણબીરના મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશનમાં બી-ટાઉનના કયા-કયા સેલેબ્સ હાજર રહ્યા હતા. રણબીરના ઘરે તેના મમ્મી નીતૂ કપૂર પહોંચ્યા હતા. વ્હાઈટ રંગના આઉટફિટમાં તેઓ ખૂબસૂરત લાગતા હતા.
રણબીર કપૂરના નિકટના મિત્રો ગણાતા આકાશ અંબાણી અને પત્ની શ્લોકા મહેતા, અયાન મુખર્જી, ડાયરેક્ટર લવ રંજન, ડાયરેક્ટર રોહિત ધવન અને પત્ની જ્હાન્વી, એક્ટર આદિત્ય રોય કપૂર, ફિલ્મમેકર કરણ જાેહર, હર્ષવર્ધન કપૂર વગેરે જેવા સેલેબ્સ આવ્યા હતા. મીડિયાના ફોટોગ્રાફર્સે આ સૌને કેમેરામાં કેદ કરવા માટે પડાપડી કરી હતી.
રણબીર કપૂરની સાથે આજે કપૂર ખાનદાનના અન્ય એક સભ્યનો પણ જન્મદિવસ છે. રણબીર ઉપરાંત તેના ફોઈ રીમા જૈનનો પણ બર્થ ડે છે. ત્યારે કપૂર ખાનદાનના સભ્યોએ રણબીર અને રીમાને બર્થ ડેની શુભેચ્છા આપી છે.
નીતૂ કપૂરે દીકરાને શુભકામના પાઠવતાં તેને પોતાનું ‘શક્તિ અસ્ત્ર’ ગણાવ્યો છે. રણબીર સાથેની સુંદર તસવીર શેર કરતાં નીતૂએ લખ્યું, “આ વર્ષ આપણા સૌ માટે મહત્વનું રહ્યું છે. તારા પિતાને ખૂબ યાદ કરું છું કારણકે તેઓ સૌથી વધુ ખુશ હોત અને ગર્વ અનુભવી રહ્યા હોત. મને આશા છે કે તેઓ ઉપરથી બધું જ ગોઠવી રહ્યા હશે. હેપી બર્થ ડે… તને સૌથી વધુ પ્રેમ કરું છે રાના??
View this post on Instagram
તું મારું શક્તિ અસ્ત્ર છે. નીતૂ કપૂરે નણંદ રીમા સાથેની તસવીર શેર કરતાં લખ્યું, “હેપી બર્થ ડે ભોક્સ. તમે મારા પરિવાર કરતાં વધુ મારા ફ્રેન્ડ છો. તમારું વર્ષ સુખદ રહે. લવ યુ. રણબીરની બહેન રિદ્ધિમાએ પણ એક્ટરના લગ્ન પ્રસંગોમાંથી વિવિધ તસવીરો શેર કરીને તેને શુભેચ્છા આપી છે. રિદ્ધિમાએ લખ્યું, ‘હેપી બર્થ ડે બેબી બ્રો. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ.’ રિદ્ધિમાએ પણ ફોઈ રીમાને જન્મદિવસની શુભકામના આપી છે.ss1