Western Times News

Gujarati News

સુરતમાં આજે દિવાળી જેવો માહોલ : ભુપેન્દ્ર પટેલ

ડાયમંડ બુર્સ અને ડ્રિમસિટી વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ : ભુપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડાયમંડ સીટી અને ટેક્ષટાઇલ સીટી તરીકે જગવિખ્યાત સુરત શહેરના આંગણે આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે દેશના ૮૦ કરોડ ગરીબો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લે છે જેને વધુ લંબાવવામાં આવી છે.

તેઓએ કહ્યું હતું કે સુરતમાં આજે દિવાળી જેવો માહોલ છે. સુરતમાં આવેલા પૂર પછી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સુરતે હંમેશા વિકાસની વાત પકડી છે અને ક્યારેય પાછું વળીને જોયું નથી. દેશમાં સુરતને આજે નવી ઓળખ સ્વકછટામાં બીજા ક્રમે આવી સ્વચ્છ શહેર તરીકે મળી છે.

અત્યાર સુધી ડાયમંડ સીટી, સ્માર્ટ સીટી, ક્લીન સીટી તરીકે ઓળખાતા સુરત શહેરને હવે ગ્રીનસીટી તરીકે બનાવવાના લક્ષ સાથે આગળ વધી રહ્યા છીએ. બાયોડાયવર્સીટી પાર્કના કારણે જળ પ્રદુષણ અટકાવવાની સાથે સાથે પર્યાવરણની જાળવણીનો આપનો ઉદ્દેશ્ય પાર પડશે.

સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુર્સ અને ડ્રિમ સીટી એ વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ છે. જેમ જેમ ડાયમંડ બુર્સનું કામ આગળ વધે છે તેમ તેમ સુરતની ચમક પણ વધી રહી છે. તેઓએ કહ્યું હતું કે હજીરા રો રો ફેરીના કારણે લોકોના સમયનો બચાવ થયો છે અને સૌરાષ્ટ્ર સાથે વેપાર ધંધાનો રસ્તો ખુલ્યો છે.

સુરતમાં આજે ૨૫ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોના લોકાર્પણ સાથે કહ્યું હતું કે આગામી ૨૦૨૩માં સુરત શહેરમાં ૮૦ ટકા ઈ-બસો દોડતી થઇ જશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે દેશના સૌથી ઝડપી વિકસિત શહેરોમાં સુરત મોડલ સીટી તરીકે ઉભરી આવ્યું છે. નલ સે જલ યોજનામાં પણ ૯૮ ટકા સિદ્ધિ હાંસલ કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.