રણબીર કપૂર કેટરીના કૈફની તસવીર જાેવા ઊભો રહી ગયો
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બુધવારે પેરેન્ટ્સ ડ્યૂટીમાંથી બ્રેક લીધો હતો પ્રેસ ક્લબ દ્વારા યોજવામાં આવેલી એક ઈવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં ૨૦૨૩નું કેલેન્ડર લોન્ચ થવાનું હતું. જ્યાં ઈવેન્ટ યોજાઈ હતી તે સ્થળ પર આ કપલની અત્યારસુધીની કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી.
જેમાંથી એક તેમના લગ્નની, એક મમ્મી નીતૂ કપૂર અને પપ્પા ઋષિ કપૂર સાથેની હતી તો કેટલીક તેમની ફિલ્મના પ્રમોશન વખતની હતી. જાે કે, કોઈ એકે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી, આલિયાની કેટરીના કૈફ સાથેની તસવીર, જેમાં તેમની સાથે રણબીર પણ હતો.
આ તસવીર વર્ષ ૨૦૧૯માં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ દરમિયાનની હતી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દિવાલ પર લગાવવામાં આવેલી બધી તસવીરો જાેતા-જાેતા આગળ વધી રહ્યા હતા. સીડી પાસે જ કેટરીના કૈફ સાથેની તસવીર હતી અને તેની બાજુમાં આલિયાની સોલો તસવીર હતી.
તેણે કેટરીના સાથેની તસવીર જાેવાની તસ્દી લીધી નહોતી. જાે કે, રણબીર તે જાેવા ઉભો રહ્યો હતો અને આંગળી ચીંધીને પત્નીને બતાવી પણ હતી. જાે કે, તે સમયે આલિયાના ચહેરા પર જે હાવભાવ હતા તે કેમેરામાં કેદ થયા હતા. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વાત નોટિસ કરી હતી અને તેને ટ્રોલ કરી હતી.
એક યૂઝરે લખ્યું હતું ‘આલિયાએ જે રીતે તેની ‘બેસ્ટ ફ્રેન્ડ’ સાથેની તસવીરને અવગણી તે ક્રેઝ છે’, તો કેટરીનાના એક ફેન પેજે લખ્યું હતું ‘બંનેએ તસવીરને અવગણી, તેઓ જાણતાં હતા કે કેમેરા તેમના પર છે’, એકે લખ્યું હતું ‘કેટરીનાને જાેઈને રણબીર ખુશ થયો પરંતુ આલિયા… હાહાહાહા’, અન્ય એક યૂઝરે લખ્યું હતું ‘ઈર્ષાળુ તે તસવીર જાેવા માગતી નહોતી. પરંતુ રણબીરના રિએક્શન જુઓ’.
કેટલાકે લાફ્ટર ઈમોજી ડ્રોપ કર્યા હતા તો કેટલાકે કેટરીનાને ‘ક્વીન’ ગણાવી હતી. આશરે પાંચ વર્ષ સુધી આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ રણબીર કપૂરે ગત વર્ષે લગ્ન કર્યા હતા. આ પહેલા તે કેટરીના કૈફને ડેટ કરતો હતો, જેની સાથે મુલાકાત ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ના સેટ પર થઈ હતી. ત્યારબાદ તેમણે કપલ તરીકે ઘણા એવોર્ડ ફંક્શનમાં હાજરી પણ આપી હતી.
લગ્નની ચર્ચા વચ્ચે ૨૦૧૬માં બ્રેકઅપ થયું હતું. જાે કે, આલિયાના કહેવા પ્રમાણે તે હજી પણ પતિની બંને એક્સ-ગર્લફ્રેન્ડની ફ્રેન્ડ છે અને તે બંનેને પ્રેમ પણ કરે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી રણવીર સિંહ સાથે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળવાની છે, જે એપ્રિલમાં રિલીઝ થશે. આ સિવાય તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે, જે ગર્લ રોડ ટ્રિપ પર આધારિત છે.
આ ફિલ્મમાં તે કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે સ્ક્રીનશેર કરતી દેખાશે. બીજી તરફ, રણબીર કપૂર શ્રદ્ધા કપૂર સાથેની લવ રંજનની ‘તું જૂઠ્ઠી મેં મક્કાર’ અને ‘એનિમલ’ છે.SS1MS