૩ કલાક ચાલ્યું હતું રણવીરસિંહનું વિવાદમાં આવેલું ન્યૂડ ફોટોશૂટ
મુંબઈ, રણવીરસિંહ તેના લેટેસ્ટ ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્યામાં છે. તેનું આ ફોટોશૂટ ફોટોગ્રાફર આશીષ શાહે કર્યું હતું. તેમણે આ શૂટ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં ૩ કલાક ચાલ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે એક્ટર તસવીરો ક્લિક કરાવતી વખતે જરાય પણ અસહજ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પોતાના અતરંગી આઉટફિટના કારણે ચર્ચામાં રહેતો રણવીર સિંહ છેલ્લા કેટલાક દિવસથી પેપર મેગેઝિન માટે કરાવેલા ન્યૂડ (ર્નિવસ્ત્ર) ફોટોશૂટના કારણે વિવાદમાં આવ્યો છે.
તેની સામે મુંબઈમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ઈન્ટરનેટ પર પણ તમામ આ અંગે વાત કરી રહ્યા છે અને મીડિયા પણ શક્ય એટલા તમામ સેલેબ્સના મંતવ્યો આ અંગે લઈ રહ્યા છે. તેવામાં તે વ્યક્તિને કેવી રીતે ભૂલી શકાય જેમણે,રણવીર સિંહની સામે ઉભા રહીને તસવીરો ક્લિક કરી. એક્ટરનું આ ફોટોશૂટ આશીષ શાહ નામના ફોટોગ્રાફર્સે કર્યું હતું.
આ ર્નિણય મેં અને રણવીરે સાથે મળીને લીધો હતો. પેપર મેગેઝિન સાથે તેની ઘણા સમયથી વાત ચાલી રહી હતી. પહેલા તે ન થઈ શક્યું પરંતુ આખરે થઈ ગયું. આ એક ડિમાન્ડિંગ ફોટોશૂટ હતું કારણ કે, તેણે એક ખાસ શારીરિક પોશ્ચરમાં રહેવાનું હતું.
મને નથી લાગતું કે, તેના તરફથી કોઈ મોટા ફિઝિકલ ફેરફારની જરૂર પડી. કારણ કે, તે હંમેશા શેપમાં જ હોય છે. તમને યાદ હશે કે, પેપર મેગેઝિને ફેમસ કિમ કાર્દિશિયનની તસવીરો લીધી હતી. મને પણ તેમા સામેલ કરવામાં આવ્યો હતો. હું તેમની સાથે પહેલા પણ કામ કરી ચૂક્યો છું. રણવીર સાથે પહેલીવાર મુલાકાત થઈ.
અમે મળ્યા ત્યારે તે કમ્ફર્ટેબલ હતો. તે જરાય શરમાઈ રહ્યો નહોતો. તેણે સારી રીતે પર્ફોર્મ કર્યું. તે એકબીજા માટે હેલ્ધી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હતી. મને લાગે છે કે, તેને મારા બોડી ઓફ વર્ક વિશે જાણકારી હતી. સાચું કહું તો હું તેવા કોઈ સેલિબ્રિટીને શૂટ કરવાનું પસંદ નથી કરતો ત્યાં સુધી એકબીજા પર વિશ્વાસ ન હોય.
હું આ પ્રક્રિયામાં સામેલ નહોતો. મતલબ રણવીર જે સેટ કરવા માગતો હતો તે. આ બધી વાત યશરાજ અને પેપરની વચ્ચે થઈ હતી. મને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું હતું કે, આ તસવીર બર્ટ રેનોલ્ડ્સ માટે એક શ્રદ્ધાંજલિ હોવી જાેઈએ.
આપણે દરેક વાતને ઈશ્યૂ બનાવી શકીએ છીએ. રણવીર તેની બોડીને લઈને કમ્ફર્ટેબલ હતો. તેણે મને મારા વિઝનથી ક્લિક કરવાથી પરવાનગી આપી હતી.
ઘણીવાર સેલિબ્રિટીની વાત આવે ત્યારે તેઓ સેલેબ્સની જેમ વર્તે છે. જ્યારે તમે તેમની આસપાસ હોવ ત્યારે ચોક્કસ રીતે વર્તવું પડે છે. પરંતુ રણવીરના કેસમાં તેવું થયું નહોતું. તે જે ફિલ્મ કરી ચૂક્યો છે અને જે ડિરેક્ટર્સ સાથે કામ કરવા માગે છે તે વિશે અમારી ખૂબ સારી વાત થઈ હતી. આ હોબાળો બકવાસ છે.SS1MS