Western Times News

Gujarati News

માત્ર એક રોટલી માટે દિલ્હીમાં રિક્ષા ચાલકની છરીના ઘા મારીને હત્યા

નવી દિલ્હી, દિલ્હીમાં માત્ર એક રોટલી માટે રિક્ષા ચાલકની હત્યા કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસને કરોલબાગ વિસ્તારમાં ૨૬ જુલાઈએ એક વ્યક્તિ લોહીલુહાણ સ્થિતિમાં મળ્યો હતો, જેનું હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં મોત થઈ ગયું હતું.

આ વ્યક્તિની ઓળખ મુન્ના તરીકે થઈ છે. મુન્નાને ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. આગ્રાનો રહેવાસી મુન્નો દિલ્હીમાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. હત્યાના પ્રત્યક્ષદર્શી પ્રમાણે મંગળવાર (૨૬ જુલાઈ) ના રાત્રે ૧૦ કલાક આસપાસ મુન્ના (રિક્ષા ચાલક) પોતાના સાથીની સાથે વિષ્ણુ મંદિર માર્ગ કરોલ બાગમાં ભોજન કરવા આવ્યો હતો અને ત્યાં બંનેએ પોતાની રિક્ષા ઉભી રાખી હતી.

આ દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેણે ખાવાનું માંગ્યું. મૃતકે તેને પોતાના ભોજનના પેકેટમાંથી એક રોટલી આપી, ત્યારબાદ આરોપીએ ફરી એક રોટલી માંગી તો મૃતકે તેને આપવાનો ઈનકાર કરી દીધો હતો.

આરોપી નશાની હાલતમાં હતો તો તેણે રાડો પાડી ગાળો આપવાનું શરૂ કરી દીધું. જ્યારે મૃતકે તેનો વિરોધ કર્યો તો આરોપીએ એક લાંબો ધારદાર ચાકુ જેવું હથિયાર કાઢ્યુ અને મૃતકના પેટ પર વાર કર્યો.

ત્યારબાદ આરોપી કરોલબાગ તરફ ભાગી ગયો. ૪૦૦-૫૦૦ મીટર સુધી તેનો પીછો કરવામાં આવ્યો પરંતુ તે નાશી છૂટ્યો. ત્યાં હાજર લોકોએ ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને આરએમએલ હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

કરોલ બાગ એક વ્યાપારિક કેન્દ્ર છે અને ઘણા મજૂર અને નિરાધાર લોકો રસ્તા કિનારે પાર્કમાં હાજર હતા. પોલીસે રસ્તા કિનારે અને પાર્ક ક્ષેત્રમાં રહેતા બધા મજૂરો અને શંકાસ્પદોની તપાસ શરૂ કરી અને સ્કેનિંગ કરવામાં આવ્યું. પોલીસની મહેનત રંગ લાવી.

પોલીસની ટીમે પાર્કમાં સુઈ રહેલા એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો અને તેની પૂછપરછ કરી. ત્યારબાદ તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આરોપીની ઓળખ ફિરોઝ ખાન ઉર્ફે મન્નૂ (ઉંમર ૨૬ વર્ષ) ના રૂપમાં થઈ છે. ઘટનાસ્થળ પર હાજર લોકોના ખુલાસા અને કબૂલનામાના આધારે હત્યાના આરોપી ફિરોઝ ખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હત્યામાં ઉપયોગ લીધેલ છરી પણ કબજે કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.