રશ્મિકા મંદાનાએ લાંબી લચક પોસ્ટ લખીને વ્યથા ઠાલવી

મુંબઈ, દક્ષિણ ભારતીય સ્ટાર રશ્મિકા મંદાના ‘નેશનલ ક્રશ’ છે. પુષ્પાઃ ધ રાઈઝ બાદથી તો તે દરેક ઘરમાં લોકપ્રિય બની છે. જેટલી ઝડપથી તેની ફેન ફોલોઈંગ ફિલ્મ હિટ થયા બાદ વધી છે તે ખરેખર અદભૂત છે.
જાે કે જેટલા તેના ચાહકો વધ્યા છે તેટલા જ તેને નફરત કરનારા પણ ખુલીને સામે આવતા જાેવા મળ્યા છે. ગુડબાય ફેમ રશ્મિકા મંદાનાને આજકાલ સોશિયલ મીડિયા પર નફરત અને નેગેટિવિટી મળી રહી છે. યૂઝર્સ તેના વિશે એલફેલ બોલતા જાેવા મળે છે.
ઈન્ટરનેટ પર પોતાના માટે આટલી નફરત જાેઈને રશ્મિકા મંદાના થોડી અપસેટ છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનેત્રીએ આવા યૂઝર્સને જવાબ આપતા પોતાની વાત રજૂ કરી છે.
રશ્મિકા મંદાનાએ લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી અનેક ચીજાે મને પરેશાન કરી રહી છે. એમ કહો કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન છું. મને લાગે છે કે મારે તેના પર હવે ખુલીને વાત કરવી જાેઈએ. હું ફક્ત મારા વિશે જ વાત કરીશ જે કદાચ મારે અનેક વર્ષો પહેલા કરી લેવી જાેઈતી હતી.
મે જ્યારથી મારી કરિયર શરૂ કરી છે, ખુબ નફરત મળી રહી છે. ટ્રોલ્સ અને નેગેટિવિટી મારા માટે એક પંચિંગ બેગની જેમ છે. હું સારી રીતે જાણું છું કે જે લાઈફ મે પસંદ કરી છે તે એક કિંમત સાથે આવે છે. હું એ પણ જાણું છું કે હું દરેકને ગમી શકું નહીં. દરેક મને પ્રેમ પણ ન કરી શકે. તેનો અર્થ એ નથી કે જાે તમે મને પસંદ નથી કરતા તો મારા વિશે તમને નેગેટિવિટી ફેલાવવાનો અધિકાર પણ છે.
રશ્મિકા મંદાનાએ વધુમાં લખ્યું કે ફક્ત હું જ જાણું છું કે જે પ્રકારનું હું કામ કરું છું. બધાને ખુશ કરવા માટે દિવસ રાત મહેનત કરું છું. કામ કર્યાં બાદનું શુકુન અને ખુશે જે મળે છે મને, ફક્ત તેના વિશે જ હું વિચારું છું. હું કોશિશ કરી રહી છું કે જે પણ કામ હું કરું, તેનાથી તમને અને પોતાને ગર્વ મહેસૂસ કરાવી શકું. મારા માટે જે વાતો મે કહી નથી તેવી વાતો હું વાંચુ કે સાંભળું તો તે મારા માટે હ્રદયભગ્ન જેવું છે. મે જાેયું છે કે જે ચીજાે મે ઈન્ટરવ્યુમાં કહી, તેનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.
ઈન્ટરનેટ પર મારા વિશે ખોટી ચીજાે ફેલાવવામાં આવી રહી છે. આ ચીજાે મારી ઈન્ડસ્ટ્રીની સાથે રિલેશનશીપ ઉપર પણ ખરાબ અસર કરી શકે છે. હું ફક્ત કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમને જ વેલકમ કરું છું. કારણ કે તેમાંથી જ હું પોતાનામાં બદલાવ લાવવાની સાથે કામમાં પણ સારું કરી શકું છું.
પરંતુ તમને લોકોને સવાલ છે કે મારા વિશે નેગેટિવિટી અને નફરત ફેલાવીને આખરે તમને શું મળી જશે? ઘણા સમયથી મારા મિત્રો મને કરી રહ્યા છે કે હું આ વાતોને ઈગ્નોર કરું અને કામ પર ફોકસ કરું. પરંતુ જાેઈ રહી છું કે ચીજાે પહેલા કરતા વધુ ખરાબ થઈ રહી છે. આ વાતો કરીને હું કોઈને પણ નીચા દેખાડવા માંગતી નથી. બસ એ જ છે કે હું મારા મનની વાત રજૂ કરી રહી છું.SS1MS