Western Times News

Gujarati News

મારો પરિવાર અને મારો શો મને પ્રાપ્ત થયેલી આજ સુધીની સૌથી મૂલ્યવાન ભેટ

એન્ડટીવી પર મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતા આસીફ શેખે ઘણાં બધાં પાત્રો ભજવ્યાં છે અને ત્રણ દાયકાની કારકિર્દીમાં તેણે કોમેડી શો અને ફિલ્મોની દ્રષ્ટિએ 1980, 1990 અને 2020માં રાજ કર્યું છે.

આસીફ શેખે હંમેશાં ઉત્તમ પરફોર્મન્સ આપ્યો છે અને તેની પ્રતિભા, કટિબદ્ધતા અને અનુભવને કારણે દર્શકોને પોતાની અંદર વિશ્વાસ બેસાડ્યો છે. આસીફ શેખ ટૂંક સમયમાં જ તેનો 58મો જન્મદિવસ ઊજવવાનો છે, જે નિમિત્તે ઉજવણીની યોજનાઓ, ઉદ્યોગમાં તેના પ્રવાસ અને આગામી પ્રોજેક્ટો વિશે મન મૂકીને વાતો કરી.

1.    આ વર્ષે તારો બર્થડે કઈ રીતે ઊજવી રહ્યો છે?

બર્થડે મારે માટે હંમેશાં વિશેષ રહ્યો છે, કારણ કે તે અતુલનીય લોકો સાથે મેં વિતાવેલા અદભુત વર્ષની મને યાદ અપાવે છે. આ વર્ષે મારો વર્કિંગ બર્થડે છે, કારણ કે હું ફિલ્મના શૂટિંગમાં રહીશ. જોકે બીજા દિવસે મારા પરિવારને ડિનર પર લઈ જઈશ. જો શૂટિંગની શિડ્યુલ અનુકૂળ હોય તો દરેક પગલે મારી પડખે રહેનારા મારા સમર્પિત ચાહકો માટે લાઈવ ઈન્સ્ટાગ્રામ સેશન કરીશ. તો મારે માટે કોઈ પણ ઉજવણી તેમની હાજરી વિના અધૂરી રહેશે.

2.    તને આજ સુધી કોઈ ખાસ ભેટ મળી છે?

મારો પરિવાર અને મારો શો ભાભીજી ઘર પર હૈ મને પ્રાપ્ત થયેલી આજ સુધીની સૌથી મૂલ્યવાન ભેટ છે અને આનાથી વધુ વિશેષ કશું હોય એવું મને લાગતું નથી.

3.    અભિનેતા તરીકે કારકિર્દી ક્યારે શરૂ કરી? આવો સફળ પ્રવાસ ધાર્યો હતો?

મેં અભિનેતા બનવાનો વિચાર કર્યો નહોતો. હું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરનારો સ્પોર્ટસમેન હતો. બોર્ડની પરીક્ષાઓને લીધે હું પસંદગીમાં ભાગ લઈ શક્યો નહીં અને મારા પિતાને સ્પોર્ટસમાં કોઈ ભવિષ્ય નહીં જણાતાં મારી સ્પોર્ટિંગ કારકિર્દીનો અંત આવ્યો હતો.

ઈન્ટરમિજિયેટ કર્યા પછી મેં હોટેલ મેનેજમેન્ટ કર્યું, પરંતુ તેમાં બહુ મજા નહીં આવી. તે સમયે મારા અમુક મિત્રો શ્રી રામ સેન્ટર ખાતે રંગમંચ કરતા હતા. તેમને કારણે મને નાટકમાં રસ જાગ્યો. મેં નાટકોમાં થિયેટર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું અને બહુ નાની ભૂમિકાઓ ભજવી, જે બધીએ મળીને મારી અભિનય કારકિર્દીને આકાર આપ્યો.

મારા પહેલા શો પર કામ શરૂ કર્યું ત્યારે હું ફક્ત 18 વર્ષનો હતો. ખાવા માટે પૈસા નહોતા અને રહેવા માટે જગ્યા નહોતી. આજે હું પાછળ જોઉં છું ત્યારે મારો તે સંઘર્ષ સફળ રહ્યો એવી લાગણી થાય છે.

4.    વિભૂતિ નારાયણ મિશ્રાની તારી ભૂમિકા તારી કારકિર્દીમાં પાયાનો પથ્થર બની રહી એવું લાગે છે?

ટીમ ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા યુવાન અભિનેતા ભજવે એવું ચાહતી હતી. તેઓ 35-40 વયવર્ષનો કલાકાર જોતા હતો, જેથી તેમની યોજનામાં હું બંધબેસતો નહોતો. તેઓ દેખીતાં કારણોસર મને લેવા માગતો નહોતી,

પરંતુ ક્રિયેટિવ ટીમે તેમને સમજાવ્યું કે આ ભૂમિકા માટે પરિપક્વ અભિનેતા સારો રહેશે. આમ, હું શો સાથે સંકળાયો. સાત વર્ષમાં મેં શોમાં 300થી વધુ પાત્રો ભજવ્યાં છે, જે કલાકાર માટે સિદ્ધિ જ છે. આ ઉંમરે હું જે કરી રહ્યો છું તેનો મને ગર્વ છે. મેં આ શો થકી નામ, દામ અને ખ્યાતિ પ્રાપ્ત કર્યા છે અને મને લાઈનો યાદ રહે ત્યાં સુધી અભિનય ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. શોએ મને નવી શરૂઆત આપી છે.

લાક્ષણિક રીતે મારી ઉંમરના કલાકારો સ્વીકારે છે કે તેઓ પડદા પર વરિષ્ઠોના સપોર્ટિંગ પાત્રો ભજવવા પૂરતા મર્યાદિત થઈ જશે. જોકે મેં આશા ગુમાવી નહીં અને માનસિક રીતે પારંપરિક કુરતા પાયજામા ધારણ કરવા અને કલાકારોના કાસ્ટની પાછળ ઊભા રહેવાની તૈયારી રાખી હતી.

જોકે હું ઈશ્વરને સતત પ્રાર્થના કરતો રહેતો હતો કે મને કમસેકમ એક તક એવી આપે જેમાં વિભૂતિ જેવી મજેદાર ભૂમિકા ભજવવાનો મોકો મળે. અગાઉ મને સારો અભિનેતા તરીકે જોવાતો હતો, પરંતુ આ શોએ મારું ભાગ્ય બદલી નાખ્યું. આ અદભુત લાગણી છે. મારા આખા જીવનમાં હું તે જ ચાહતો હતો.

5.    આ ઉંમરે પણ કામ ચાલુ રાખવાનું કેવું લાગે છે?

કામ, પરિવાર અને સિદ્ધિઓની દ્રષ્ટિથી આ વર્ષ બહુ સારું રહ્યું, જે મારા ચાહકોને આભારી છે. મારા ચાહકોએ આ મનોરંજન ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. મને લાગે છે કે મને પડદા પર જોનારી દરેક વ્યક્તિ મને વધુ કામ કરવા પ્રેરિત કરે છે અને મારા પરિવારના હિસ્સાની જેમ મને પ્રેમ કરે છે. આથી મારા આ બર્થડે પર હું મારા ચાહકોના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું અને તેઓ હંમેશાં ટેકો આપવા રહે એવી આશા રાખું છું.

6.    ભાભીજી ઘર પર હૈ ઉપરાંત તું કોઈ અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે?

મારા બર્થડે પર હું વધુ ને વધુ કામ કરવા ઈચ્છું છું. ભાભીજી ઘર પર હૈએ મને વ્યસ્ત રાખ્યો હોવા છતાં મને સલમાનભાઈ અને સૌથી પ્રતિભાશાળી ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો છે. ઉપરાંત આગામી વેબસિરીઝમાં હું કેમિયો પણ કરી રહ્યો છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.