જે ભાષામાં જુબાની આપવામાં આવી હોય તે ભાષામાં રેકોર્ડ રાખવો જોઇએ: સુપ્રીમ કોર્ટ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટની નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની મૂળ ભાષાને બદલે અંગ્રેજી અનુવાદમાં પુરાવા રેકોર્ડ કરવાની પ્રથાને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહયું કે સાક્ષી જે ભાષામાં નિવેદન આપે છે તે પણ રેકોર્ડ કરવું જાેઇએ. રેકોર્ડમાં માત્ર અંગ્રેજી અનુવાદનો સમાવેશ કરવો ખોટું છે. આને મંજૂરી આપી શકાય નહી.
જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ તમામ કોર્ટને પુરાવા રેકોર્ડ કરતી વખતે સીઆરપીસીની કલમ ૨૭૭ની જાેગવાઇઓનું પાલન સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી. ફોજદારી અપીલનો નિકાલ કરતી વખતે બેન્ચે આ અવલોકન કર્યુ હતું.
બેન્ચે અવલોકન કર્યુ કે કેટલીક નીચલી અદાલતોમાં સાક્ષીઓના નિવેદનો તેમની પોતાની ભાષામાં નોંધવામાં આવતા નથી. પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા અનુવાદિત કરવામાં આવેલ અંગ્રેજી ભાષામાં જ તેઓ રેકોર્ડ પર લેવામાં આવી રહયા છે. બેન્ચ સમક્ષના કેસમાં સાક્ષીએ તેની માતૃભાષામાં નિવેદનો આપ્યા હતા, પરંતુ અંગ્રેજી અનુવાદ રેકોર્ડ પર હતો.
બેન્ચે કહયું કે, સાક્ષીના પુરાવા કોર્ટની ભાષામાં અથવા બને ત્યાં સુધી સાક્ષીની ભાષામાં રેકોર્ડ કરવા જાેઇએ. ત્યારબાદ જ કોર્ટની ભાષામાં તેનું ભાષાંતર કરીને રેકોર્ડનો ભાગ બનવો જાેઇએ. બેન્ચે કહયું, જુબાનીની શ્રેષ્ઠ પ્રશંસા ત્યારે જ થઇ શકે છે જયારે તેને સાક્ષીની ભાષામાં રેકોર્ડ કરવામાં આવે.
એટલું જ નહી, જયારે પણ સાક્ષીએ ખરેખર શું કહયું છે તેવો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે સાક્ષીની વાસ્તવિક જુબાની મહત્વની છે, અંગ્રેજી ભાષાંતર કામ ન કરી શકે.
જાે સાક્ષી કોર્ટની ભાષામાં જુબાની આપે છે, તો તે તે ભાષામાં રેકોર્ડ કરવાની રહેશે. જાે તે કોઇ અન્ય ભાષામાં નિવેદન આપે છે, તો તે શકય હોય તો તે ભાષામાં રેકોર્ડ કરવું જાેઇએ અને જાે આમ કરવું શકય ન હોય તો, કોર્ટમાં જુબાનીનો સાચો અનુવાદ તૈયાર કરી શકાય છે.
જયારે સાક્ષી અંગ્રેજીમાં જુબાની આપે છે ત્યારે જ તે આ રીતે રેકોર્ડ કરવામાં આવે છે. ઉપરાંત, જાે કોઇપણ પક્ષ વતી કોર્ટની ભાષામાં અનુવાદની આવશ્યકતા ન હોય, તો કોર્ટ આવા અનુવાદનેે છૂટ આપી શકે છે. જાે કોઇ સાક્ષી કોર્ટની ભાષા સિવાયની ભાષામાં જુબાની આપે છે, તો કોર્ટની ભાષામાં સાચો અનુવાદ શકય તેટલી વહેલી તકે તૈયાર થવો જાેઇએ.HS1MS