Western Times News

Gujarati News

રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ યસ બેંક થકી ડિજિટલ કરન્સી ઈ-રૂપી (e₹) સ્વીકારશે

પ્રીમિયમ કલેક્શનના મોડ તરીકે e₹ નો ઉપયોગ કરવા માટે GI સ્પેસમાં અગ્રણી બની

મુંબઈ, રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઈ-રૂપી (e₹) સ્વીકારનાર દેશની અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ કંપની બની છે. બેંકના e₹ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ડિજિટલ મોડમાં પ્રીમિયમના કલેક્શનને સરળ બનાવવા માટે કંપનીએ યસ બેંક સાથે જોડાણ કર્યું છે.

કોઈપણ બેંકમાં એક્ટિવ e₹ વોલેટ ધરાવતા ગ્રાહકો તાત્કાલિક પેમેન્ટ કરવા માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સનો e₹ QR કોડ સ્કેન કરી શકે છે. આ અગ્રણી લોન્ચ સાથે, કંપની તેના ગ્રાહકોને એક સરળ, સલામત, ત્વરિત અને ગ્રીન પેમેન્ટ સોલ્યુશન સાથે રજૂ કરી રહી છે અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પ્રદાન કરવાના તેના વચનને નવા તબક્કા તરફ લઈ જઈ રહી છે.

e₹ એ એક ડિજિટલ ટોકન છે જે બેન્કનોટ એટલે કે લીગલ ટેન્ડરની સમકક્ષ છે અને આરબીઆઈ દ્વારા સમર્થિત સાર્વભૌમ ચલણ છે. ડિજિટલ હોવાને કારણે e₹ ફિઝિકલ કેશને હેન્ડલ કરવાની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને બેંક નોટ જેવી જ અનામીની ઓફર કરે છે.

તદુપરાંત, તમામ e₹ વ્યવહારો આરબીઆઈ દ્વારા નિયંત્રિત એકમ દ્વારા કરવામાં આવતા હોવાથી તે એન્ટી-મની લોન્ડરિંગ, નકલી ચલણ વગેરે જેવા બેંકનોટ સંબંધિત જોખમોને ઘટાડે છે. રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ તેના ગ્રાહકોને ડિજિટલ કરન્સી ટ્રાન્ઝેક્શનનો વિકલ્પના રૂપમાં e₹ પ્રદાન કરીને આવા જોખમોને હેજ કરવા સક્ષમ બનાવે છે અને આ રીતે સુરક્ષિત નાણાંકીય વ્યવહારોને પ્રોત્સાહન આપે છે.

આ લોન્ચ અંગેની વિગતો રજૂ કરતાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના સીઈઓ શ્રી રાકેશ જૈને જણાવ્યું હતું કે, “અમારા માટે આ એક અનેરી સિદ્ધિ છે અને અમને યસ બેંક સાથે જોડાતાં અને GI ઉદ્યોગમાં e₹ પેમેન્ટ મોડની રજૂઆત તથા પ્રચાર કરવામાં આનંદ થાય છે.

કસ્ટમર-ફર્સ્ટ જનરલ ઈન્શ્યોરન્સ કંપની હોવાને કારણે અમે હંમેશા ગ્રાહકો પાસેથી પ્રેરણા લીધી છે અને તેમની જરૂરિયાત, સલામતી અને સુવિધાને અમારા વ્યવસાયના કેન્દ્રમાં રાખીને નવીન ઉકેલો અને સેવાઓ વિકસાવી છે. આ લોન્ચ સાથે અમે અમારા ગ્રાહકોને વધુ સરળતા, ઉચ્ચ સલામતી અને વધુ ગ્રીન પેમેન્ટ વિકલ્પો પ્રદાન કરવા માગીએ છીએ. વધુમાં, આ લોન્ચ ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પરિપૂર્ણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.”

આ પ્રસંગે યસ બેંકના ઈન્સ્ટિટ્યૂશનલ અને ગવર્નમેન્ટ બેંકિંગના કન્ટ્રી હેડ શ્રી અરુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, “યસ બેંક, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)ને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરીને ખુશ છે, જે વીમા ક્ષેત્રે પ્રથમ ઉદ્યોગ પહેલ છે.

ઉચ્ચ પરિચય અને વ્યાપક અપનાવવા સાથે, અમે અપેક્ષા રાખીએ છીએ કે CBDC વ્યવહારો અધિકૃતતા, આંતર સંચાલન ક્ષમતા અને સેટલમેન્ટ ફાઇનાલિટી જેવી સુવિધાઓને ધ્યાનમાં રાખીને હાલની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સને પૂરક બનાવશે.”

હાલમાં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સનો ફિઝિકલ e₹ QR કોડ તેમની પસંદગીની શાખાઓમાં વોક-ઈન ગ્રાહકો માટે સ્કેન કરવા અને તાત્કાલિક ચૂકવણી કરવા માટે ઉપલબ્ધ છે. કંપની આગામી થોડા મહિનામાં તેને દેશભરની તમામ શાખાઓમાં, તેની વેબસાઇટ પર અને રિલાયન્સ સેલ્ફ-આઇ એપ પર ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.