વાઘા-અટારી બોર્ડરની માફક હવે ગુજરાતમાં સીમા દર્શન થઈ શકશે
બનાસકાંઠા, ગુજરાતના લોકોએ સીમા દર્શન માટે હવે વાઘા-અટારી બોર્ડર પર જવાની જરુર નથી. ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. Retreat ceremony performed by the BSF jawans on the Indo-Pak border at Nadabet Gujarat 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
Be a spectator of the thrilling retreat ceremony performed by the BSF jawans on the Indo-Pak border at Nadabet. Connect with the courageous souls at ground zero, at the Nadabet Seema Darshan. Let’s come together for the inauguration of this monumental place. pic.twitter.com/C6hL4fovib
— Gujarat Tourism (@GujaratTourism) April 8, 2022
નડાબેટ ખાતે ભક્તો અને સહેલાણીઓને નડાબેટમાં બિરાજમાન નડેશ્વરી માતાજીના દર્શનાર્થે આવે છે અને ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા જીરો પોઇન્ટની મુલાકાત લે છે જેને લઇ નાડાબેટ ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જે સીમાદર્શનની કામગીરી પૂર્ણ થતાં તેનો શુભારંભ દેશના ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
પાકિસ્તાન સાથે ગુજરાતનો પાણી અને જમીનથી મોટો ભાગ પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલો છે, ત્યારે ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓને એક નવી જગ્યા જોવા અને માણવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે. અહીં 125 કરોડના ખર્ચે નાડાબેડ સીમાદર્શન પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.