રિબન ઈલ પેદા નર થાય છે પરંતુ વધતી ઉંમર સાથે બની જાય છે માદા
નવી દિલ્હી, દુનિયામાં ઘણાં એવા જીવ છે, જે પોતાના વિચિત્ર હોવાના કારણે જાણીતા છે. અમુક જીવ પોતાના રંગ, આકાર, અવાજ અને અન્ય ખાસ વાત માટે પણ જાણીતા છે. પરંતુ, આજે અમે તમને એક એવા જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પેદા નર થાય છે, પરંતુ ધીમે-ધીમે ઉંમરની સાથે તે માદા બની જાય છે.
હવે તમે પણ વિચારી રહ્યા હશો કે એવો કયો જીવ છે? ચાલો જાણીએ આ વિચિત્ર જીવ ક્યાં જોવા મળે છે. આ પ્રાણીનું નામ રિબન ઈલ છે. રિબન ઈલ વિશ્વના સૌથી વિચિત્ર પ્રાણીઓમાંનું એક છે, જે તેના પાતળા શરીર અને પાંખો સાથે પૌરાણિક ચાઈનિઝ ડ્રેગન જેવું દેખાય છે.
એટલું જ નહીં આ જીવ વધતી ઉંમરની સાથે શરીરનો રંગ પણ બદલે છે. તેની સિવાય તમને જાણીને નવાઈ લાગશે કે આ જીવ નર પેદા થાય છે, પરંતુ ધીમે-ધીમે તે માદા બનીને ઈંડા આપવા લાગે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર આ જીવનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
એક યુઝરે પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘જ્યારે એક રિબન ઈલ પોતાના નર પૂર્ણ આકાર સુધી પહોંચે છે, તો તે પોતાનો રંગ બદલીને માદામાં બદલવાનું શરુ કરી દે છે.
જ્યાર બાદ તે પોતાનો રંગ પીળો કરી દે છે. એક રિપોર્ટ અનુસાર, રિબન ઈલ ગુણોથી ભરેલું પ્રાણી છે, જેના વિશેના રસપ્રદ તથ્યો દરેકને આશ્ચર્યચકિત કરે છે. એટલું જ નહીં, આ જીવનું જીવન ચક્ર ખૂબ જ અનોખું છે, જેમાં ત્રણ તબક્કા છે.
આ તબક્કામાં, આ પ્રાણી માત્ર તેના રંગને બદલે છે, પરંતુ તે પુરુષથી સ્ત્રીમાં પણ બદલાય છે. જીવનના પ્રથમ તબક્કામાં આ પ્રાણીનો રંગ કાળો છે. જે પોતાના જીવનની શરૂઆત પુરુષ તરીકે કરે છે. આ તબક્કામાં તેના શરીર પરના પીળા પાંખોથી સરળતાથી ઓળખી શકાય છે.
વળી, પોતાના બીજા ફેઝ (બ્લૂ ફેઝ)માં ઈલ જેમ-જેમ પરિપક્વ થાય છે. આ ફેઝમાં આ કાળા ચમકીલા રંગને બદલીને વાદળી રંગમાં બદલી જાય છે. વળી, પાંખ ચમકીલા પીળા રંગના જ હોય છે. પોતાના જીવનના છેલ્લા એટલે ત્રીજા ફેઝમાં આ પીળા રંગનો હોય છે.
ત્રીજા તબક્કામાં જ તે ઈલ લગભગ ૧.૩ મીટર (૪ ફૂટ) સુધી લાંબુ હોય છે. ત્યારે તેના શરીરમાં મોટો બદલાવ આવે છે. આ દરમિયાન આ જીવ માદાના તબક્કામાં પ્રવેશ કરે છે અને બાદમાં સંપૂર્ણ રીતે માદા બની જાય છે.SS1MS